Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધ્રાંગધ્રા ખુન કેસમાં પેરોલ જમ્પ થઇ, મૂળીમાં વાહનચોરી કરી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને કોંઢના કોળીને ગાંધીધામ દબોચી લેવાયો

સુરેન્દ્રનગર, તા. ૧૩ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી શરીર સબંધી ગુન્હાઓ કરી નાસતા ફરતા ગુન્હેગારો તથા પેરોલ ફર્લો રજા, વચગાળાના જામીન પરથી જેલમાં હાજર નહીં થઇ પેરોલ જમ્પ થયલ તથા પેસેલ જમ્ દરમ્યાન અન્ય ગુન્હાઓ આચરનાર ગુન્હેગારોને તાત્કાલીક ઝડપી પાડવા, સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા એલસીબી સુરેન્દ્રનગરને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે ડો.એમ. ઢોલ પો.સબ ઇન્સ. વી.આર.જાડેજાની આગેવાનીમાં એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી. ધ્રાંગધ્રા કોર્ટ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૩૩/િ૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૦ર વિ. મુજબના ખૂનકેસમાં સજા પામેલ આરોપી મહિપત બનાભાઇ દેકાવડીયા મુ. કોળી રહે. કોંઢ તા. ધ્રાંગધ્રા વાળો તા. ર૯-૭-ર૦૧૯થી તા.૧૩-૮-ર૦૧૯ સુધી દીન-૧પની ફર્લો રજામાં હોય, મજકુર આરોપીને તા.૧૭-૮-ર૦૧૯ના રોજ જેલમાં હાજર થવાનું હોય, પરંતુ હાજર નહીં થઇ પેરોલ જમ્પ થયેલ.

આ સમય દરમ્યાન મજુર આરોપી મૂળી પો.સ્ટે. વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલ મો.સા. સાથે મળી આવતા મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી-૧૦ર મુજબ અટક કરવામાં આવેલ અને તે અંગે મુળી પો.સ્ટે.માં ફસ્ટ ગુ.ર.નં. ૬૧/ર૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુન્હો રજી. થયેલ તે દરમ્યાન મજકુર આરોપીની તબિયત નાદુરસ્ત થતા મજકુરને સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં સારવારમાં દાખલ કરવામાં આવતા મજકુર આરોપી પોલીસ જાપ્તાની નજર ચૂકવી નાશી ગયેલ જેથી મજકુર વિરૂદ્ધ સુરેન્દ્ર સીટી એ-ડીવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૮૦/ર૦૧૯ ઇ.પી.કો. કલમ -રર૪ વિ. મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ.

મજકુર આરોપીને શોધી કાઢવા માટે તેના રહેણાંક સરનામે તથા મળી આવવાના આશ્રયસ્થાનોએ સઘન તપાસ કરવામાં આવેલ, પરંતુ મજકુર આરોપી મળી આવતો ન હોય જેથી મજકુર આરોપી સુરેન્દ્રનગર જીલ્લો છોડી અન્ય કોઇ જીલ્લામાં આશ્રય લઇ રહ્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવતા એલસીબી ટીમ દ્વારા ખાનગી બાતમીદારો મારફતે દિશામાં તપાસ કરતા મજકુર આરોપી હાલે ગાધીધામ વિસ્તારમાં છુટક મજૂરી કામ કરતો હોવાની હકીકત મળતા એલસીબી ટીમ દ્વારા ગાંધીધામ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવતા મજકુર આરોપી મહિપતભાઇ ગાંધીધામ હાઇવે ફીટેક જોન વિસ્તાર વાળો મળી આવતા મજકુર ઇસમને મૂળ પો.સ્ટે. સોંપી આપતા હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસ અંગે મજકુરની મેડીકલ તપાસણી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલસીબી ટીમના પો.હેડ કોન્સ. નીકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. કુલદીપસિંહ હરપાલસિંહ તથા અજયસિંહ વિજયસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇએ રીતેની ટીમ દ્વારા એકાદ વર્ષથી નાસતા ફરતા પેરોલ જમ્પ તથા ચોરી, પોલીસ જાપ્તામાંથી નાશી જનાર આરોપીને પકડી પાડેલ છે. 

(11:48 am IST)