Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સુરેન્દ્રનગરમાં કોરોનાની વિસ્ફોટજનક ઇનિંગઃ એક સામટા ૪૨ કેસ

રવિવારે સુરેન્દ્રનગર - વઢવાણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ કેસ : જ્યારે લીંબડી તાલુકામાં ૬, ધ્રાંગધ્રા અને પાટડીમાં ૩-૩ કેસ નોંધાતા ઝાલાવાડનું કોરોનામીટર ૩૪૩ પહોંચ્યુ છે : વઢવાણમાં કુલ ૧૭૮ કેસ થયા

વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે જાણે કોરોના પોઝિટીવનો વિસ્ફોટ થયો હોય તેમ ૪૨ કેસ નોંધાયા હતા. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં જ ૨૭ પોઝિટીવ કેસ નોંધાતા આ બન્ને શહેરી વિસ્તારમાં કુલ કોરોના પોઝિટીવ આંક ૧૮૭ એ પહોંચ્યો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેતા લીંબડી તાલુકામાં ૬, ધ્રાંગધ્રા અને પાટડીમાં ત્રણ ત્રણ જયારે વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ૩ પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક ૩૪૩ એ પહોંચ્યો હતો. આમ જિલ્લાના કુલ કેસમાંથી અડધા ઉપરના કેસ માત્ર સુરેન્દ્રનગર અને વઢવાણમાં નોંધાતા ફફડાટ ફેલાયો છે.

ગત શુક્રવારે એકસાથે ૨૦ પોઝિટીવ કેસ નોંધાયા હતા ત્યારે રવિવારે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ ૪૨ કેસ નોંધાયા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં જ એક દિવસના ૨૭ લોકોને કોરોના પોઝિટીવ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં રતનપરમાં રહેતા ૨૭ વર્ષીય પુરૂષ, ૫૭ વર્ષીય આધેડ, ૮૦ વર્ષીય વૃધ્ધ, એનટીએમ હાઇસ્કુલ પાસે રહેતા ૬૦ વર્ષીય મહિલા, બસ સ્ટેશન પાસે રહેતા ૩૦ વર્ષિય મહિલા, જીનતાન રોડ પર રહેતા ૫૫ વર્ષીય મહિલા અને ૨૮ વર્ષના યુવાન, જોરાવરનગરમાં રહેતા ૨૦ વર્ષના યુવાન, જેલચોકમાં રહેતા ૭૫ વર્ષીય વૃધ્ધ, ૫૦ વર્ષીય પુરૂષ, નિર્મળનગરમાં રહેતા ૨૬ વર્ષના યુવાન અને કોઠારીયા રોડ પર રહેતા ૫૯ વર્ષના આધેડને કોરોના પોઝિટીવ ધ્યાને આવ્યો હતો.

રવિવારે મોડી સાજે દેપાળાના વાડી પાસે રહેતા ૬૦ વર્ષીય પુરૂષ, ૫૮ વર્ષની મહિલા, ૩૩ વર્ષના પુરૂષ, ટાંકીચોકમાં રહેતા ૬૨ વર્ષીના આધેડ, લક્ષ્મીનગરમાં રહેતા ૫૩ વર્ષના પુરૂષ, અક્ષરપાર્કમાં રહેતા ૪૦ વર્ષીય પુરૂષ, મેઘાણીબાગમાં રહેતા ૩૪ વર્ષીય પુરૂષ, નવરંગ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના આધેડ, સ્વામિનારાયણનગરમાં રહેતી ૩૨ વર્ષીય મહિલા, સહયોગ પાર્કમાં રહેતા ૬૦ વર્ષના પુરૂષ, મિલરોડ પર રહેતા ૬૮ વર્ષના વૃધ્ધ, ઘાંચીવાડમાં રહેતા ૫૯ વર્ષના પુરૂષ, લક્ષ્મીચેમ્બરમાં રહેતા ૩૨ વર્ષના યુવાન, જોરાવરનગર રામજીમંદિર પાસે રહેતા ૩૪ વર્ષના પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો હતો. જયારે વઢવાણના ધોળીપોળ વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષના વૃધ્ધા, માળીપામાં રહેતા ૩૮ વર્ષીય પુરૂષ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેરાળીના ૩૩ વર્ષના યુવાન, બાકરથળીમાં રહેતા ૫૧ વર્ષના પુરૂષ અને દેદાદરા ગામની ૩૦ વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ આવતા કોવીડ સેન્ટરમાં લઇ જવાયા હતા.

શહેરી વિસ્તારમાં ૨૭ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દોડી ગઇ હતી. અને આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાની સાથે સ્થાનિકો આરોગ્યની તપાસ હાથ ધરી હતી.તારીખ ૧૧ જૂન સુધીમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં ૧૬૦ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા ત્યારે રવિવારે વધુ ૨૭ કેસ નોંધાતા આ બન્ને જોડીયા શહેરમાં જ કોરોના સંક્રમીતનો આંકડો ૧૮૭ને આંબી ગયો હતો.

ધ્રાંગધ્રામાં કોરોના કેસ દિવસેને દિવસે વધવા લાગ્યા છે. ત્યારે નવા કેસમાં સાંકડી શેરી દેપાલા ચોરા પાસે રહીશ ૩૭ વર્ષીય રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઈ પનારા, સોની તલાવડી વિસ્તારના ૩૮ વર્ષીય કિરણભાઈ હસમુખભાઈ બિલોજીયા, મીરા દાતાર પાછળ વિસ્તાર ૩૦ વર્ષીય પાયલબેન તુષારભાઇ કણજરિયાને લોકલ સક્રમણ લાગ્યતા કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો.આથી આરોગ્યતંત્ર તેમને દવાખાનામાં લઇ જઇ વિસ્તારને કવોરન્ટાઇન કરી સેનીટાઈઝની કામગીરી કરવામાં આવી હતી.

શિવ-શકિત સોસાયટીમાં રહેતા વિનયચંદ્ર શાહ, શિવ-આશિષ સોસાયટીમાં મીનાબા દિલીપસિંહ ઝાલા અને મથુરા-પરામાં નરોતમભાઈ ભગવાનભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ભલગામડાના અશ્વિનસિંહ દિલાવરસિંહ રાણા, પાંદરીના ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ અને પરાલીની સગર્ભા ભાવનાબેન વિષ્ણુભાઈ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોરોના સંક્રમિત ૪૫ ઘરોમાં રહેતા ૨૧૧ લોકોને કન્ટેન્ટમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યો હતો.

પાટડી તાલુકાના માલવણ ગામે રહેતો અને બરોડામાં પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પ્રવિણ મેલાભાઇ રબારી- ઉંમર ૨૫ વર્ષ એ ૨જી તારીખે બરોડાથી માલવણ રજા ઉપર આવ્યો હતો. જયારે પાટડી તાલુકાના દેગામ ગામની ૨૨ વર્ષના જીજ્ઞાબા રાજપૂત અને ૨૦ વર્ષની પાયલ હિતેશભાઇ બંને મહિલાઓ સગર્ભા મહિલાઓને સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

(11:17 am IST)