Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામકંડોરણાના બોરીયા ગામે ડો.સાવલીયાએ ઓર્ગેનીક ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી

ધોરાજી તા.૧૩: જામકંડોરણાના બોરીયા ગામના પ્રગતીશીલ ખેડુત ડો.હરદાસભાઇ સાવલીયા પોતે ડોકટર હોય અને માનવ સેવા એજ પ્રભુ સેવાના હિમાયતી એવા ડોકટરે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇની વાતથી પ્રભાવીત થઇ ગાય આધારીત અને ઓર્ગેનીક ખેતી તરફ વળવા અને પોતાના ખેતરમાં ૬પ૦ જેટલા બસ્દી ખારેકની કલમ વાવી જેમાં ગાય આધારીત ખાતર જીવામૃતનો ઉપયોગ અને ટપક પધ્ધતીથી સિંચાઇ અને ખારેકના ઝાડની વચ્ચે ઘાસ સુકુ જેવી જમીનમાં જોક જળવાય રહે.

આ ઓર્ગેનીક ખારેકની ખેતીમાં ૩ વર્ષથી ઝાડ પર ખારેક આવવા માંડે છે અને દર વર્ષે ખારેકનું ઝાડ વધારેને વધારે ખારેકના ફળ આપે છે. આ ખારેકની મુળ જાત ગલ્ફોના  દેશની છે જેથી વહેલા આવે છે. અને ઓર્ગેનીક ખારેક મોટેભાગે રાજકોટ, અમદાવાદ, જુનાગઢ અને વિદેશમાં પણ એકસપોર્ટ કરાય છે.

આ ઓર્ગેનીક ખારેક અન્ય જાતની ખારેક કરતા ખાવામાં મીઠી હોય છે અને બજારમાં આ ઓર્ગેનીક ખારેકનો ભાવ ઉંચો આવે છે અને આ તકે પ્રગતીશીલ ખેડુત ડોકટર સાવલીયાએ જણાવેલ કે ખારેકના પાકમાં નિષ્ફળતા નથી મળતી અને કપાસ મગફળીના પાકો વાવાઝોડા, અતીવરસાદ, રોગચાળો જેવી સમસ્યાઓ આવે છે. ખારેકમાં કપાસ અને મગફળીના વાવેતર કરતા વધારે     કમાણી કરી     શકાય છે.આ કાર્યમાં રપ થી ૩૦ લોકોને રોજી રોટી મળી રહે છે અને પોતાની આ ખારેક રપ ટકા ઘર આંગણે જ વેચાય જાય છે અને અન્ય ખેડુતોને જણાવેલ કે બાગાયતી ખેતી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે એમ પ્રગતીશીલ ખેડુત ડો.હરદાસભાઇ સાવલીયાએ જણાવેલ હતું.

(10:37 am IST)