Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગોંડલની એમ્બ્યુલન્સમાંથી દાહોદ પોલીસે દારૂ અને બીયરનો જથ્થો ઝડપ્યો : ત્રણની ધરપકડ

ગોંડલ તા. ૧૩ : દાહોદના ગરબાડા રોડ પર એમ્બ્યુલન્સમાં દારૂ-બીયરની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને લઈ દાહોદ જિલ્લાના ગરબાડા રોડ ખાતેથી પોલીસે એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના મળી હતી. જેના આધારે ત્યાંથી પસાર થતી માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ - ગોંડલ લખેલી એમ્બ્યુલન્સની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ. ૩૨ હજારથી વધુના જથ્થા સાથે કિશોર ભાવરીયા, રમેશ ઉર્ફે કમલેશ રોજાશા તથા એક અજાણ્યા શખ્સને પકડી પાડ્યા હતા. જયારે અન્ય એક આરોપી પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયો હતો. આ સાથે એમ્બ્યુલન્સ સહિત કુલ રૂ.૩,૩૨,૯૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગોંડલમાં માનવ સેવા ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આ સેવા સંસ્થાના ડ્રાઇવર કર્મચારી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.(

(10:33 am IST)