Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભુજમા કિન્નર સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યએ સર્જી ચકચાર

(ભુજ) ભુજમાં કિન્નર સાથે આચરાયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યએ લોકોમાં ચકચાર સર્જી છે, તો આ બનાવથઈ પોલીસપણ મુંઝવણમા મુકાઈ હતી.           પોલીસ માટે મુંઝવણ એ હતી કે, પ્રથમ જ વાર કોઈ કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો બન્યો હોઈ આ ફરિયાદ નોંધવાના મુદ્દે પોલીસને અવઢવ થઈ હતી. કિન્નર સાથેના દુષ્કૃત્યના બનાવની ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ભોગ બનનાર કિન્નર અને બળજબરી કરનાર આરોપી બન્ને ભુજના જ છે. 

ભુજના  ૨૯ વર્ષીય કિન્નર  એ લખાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ગત તા/૯/૭ ના બપોરે ૧૨ વાગ્યે તેના ઘેર આવેલા ઈમરાન હુસેન જતે છરી બતાવી જાન થી મારી નાખવાની ધમકી આપીને પોતાની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

 આ બનાવ અંગે કિન્નર એ ગઈ કાલે રાત્રે ભુજ એ ડિવિઝન પોલીસ માં ફરિયાદ કરી છે. 

કિન્નર સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપી ઈમરાન હુસેન જત ભુજના સરપટ નાકા બહાર રેલવે સ્ટેશન પાસે આવેલા શાંતિ નગરમાં રહે છે. ભુજ એ ડિવિઝન પીઆઇ એમ.એન. ચૌહાણના માર્ગદર્શન નીચે પીએસઆઇ એ.એમ. ગેહલોતે આ બનાવની તપાસ હાથ ધરી છે.

(10:35 pm IST)