Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જુનાગઢ પાસે ફ્રિઝના ખોખાની આડમાં છુપાવેલ રૂ.૩૮.૪૦ લાખનો ૮૦૦ પેટી દારૂ જપ્ત

જુનાગઢ તા.૧૩: જુનાગઢ નજીકથી પોલીસે રૂ.૩૮.૪૦ લાખનો ૮૦૦ પેટી દારૂ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના બિલખા રોડ ઉપર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો.

જેથી પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી અને સ્ટાફે તપાસ હાથ ધરતા ટ્રકમાં ફ્રિઝમાં ખોખાની પાછળ છુપાવેલ ૮૦૦ પેટી દારૂ (૯૬૦૦ બોટલ) કિ.રૂ.૩૮.૪૦ લાખ અને ટ્રક કિ.રૂ.૧૦ લાખ સહિત રૂ.૪૮.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જયારે ટ્રકમાં દારૂનો જથ્થો લાવનાર આરોપીઓ નાશી છુટ્યા હતા.

(3:39 pm IST)