Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સુરેન્દ્રનગરમાં છોકરી સાથે નાસ્તો કરવાની બાબતમાં ૧પ વર્ષના બાળકનું અપહરણ કરનાર ઝડપાયો

અપહરણ કરનારની પત્નીએ જ ફોન કરતા ભાંડો ફુટયો

વઢવાણ, તા., ૧૩: સુરેન્દ્રનગરમાં છોકરી સાથે નાસ્તો કરવાની બાબતમાં ૧પ વર્ષના બાળકનું અપહરણ કરનાર એક ઝડપાયો છે જયારે બે શખ્સો નાસી છુટયા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં આવેલા વાદીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીંગ કરીને ગુજરાન ચલાવતા મનીષ નવીનચંદ્ર રાઠોડના પુત્ર રોમીલનું આજે ૩ શખ્સો અપહરણ કરીને નાસી છુટવાની તૈયારીમાં હતા.

ત્યારે પોલીસ મથકે જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહ અને તેના માણસો સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

અપહરણની ઘટનાની જાણ થતા અપહરણકર્તા જયુભા ઉર્ફે જયેન્દ્રસિંહના પત્ની પુનમબાએ ફોનથી બાળકના  માતાને જાણ કરતા ભાંડો ફુટયો હતો અને અપહરણ કરનાર જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહને પોલીસે ઝડપી પાડયો છે અને બે શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે. 

(3:37 pm IST)