Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ધારી પંથકમાં વ્યાજની વસુલાત માટે પરિવાર પાસે મજુરી કામ કરાવી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુ

બિભત્સ વિડીયો ઉતારીને ધમકાવીને સગાઈ કરવાના બહાને રોકડ-દાગીના પણ પડાવી લીધા

અમરેલી, તા. ૧૩ :. અમરેલી જિલ્લામાં વ્યાજનો રાક્ષસ ધુણવા લાગ્યો છે. પોલીસ તંત્ર પણ વ્યાજખોરોના ઘુંટણીયે હોય તેવી ચિત્ર ઉભુ થવા માંડયુ છે ત્યારે વ્યાજખોરોએ એક આખા પરિવારને વ્યાજના રૂપિયાની વસુલાત માટે મજુરી કામે રાખી પરીણિતા ઉપર બળાત્કાર ગુજારી પુત્રીની સગાઈના બહાને રૂપિયા-દાગીના પડાવી લીધાની ઘટના ખળભળાટ મચાવી દીધો છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે ધારી પંથકના ગામમાં રહેતી પરીણિતાના પતિએ સુરા સાર્દુલ ભરવાડ પાસેથી ગર્ભાશયના ઓપરેશન માટે ૫૦ હજાર વ્યાજે લીધા હતા.

આ રકમ વ્યાજ સહિત વસુલવા માટે ભોગ બનનારના પતિ, પત્નિ અને બે પુત્રીને વાડીએ મજુરી કામ કરાવી વારંવાર પત્નિ ઉપર બળાત્કાર ગુજારી પુત્રીનુ બિભત્સ વિડીયો ઉતારી ધમકાવી પુત્રીની સગાઈનું જુદી જુદી જગ્યાએ લઈ જઈ રૂપિયા-દાગીના મેળવી જાતિય સતામણી કરી સુરા સાર્દુલ સહિત દલસુખ ભગત, કાજલબેન, ગીજુબેન ભરવાડે મદદગારી કર્યાની ફરીયાદ પોલીસમાં કરી છે.

(1:39 pm IST)