Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જામનગર ઇમેજીંગ ફોટોગ્રાફર એસોસીએશનના હોદ્દેદારોની વરણી

જામનગર, તા. ૧૩ : ઇમેજીંગ ફોટોગ્રાફર એસોસિએશન જામનગરની સાધારણ સભામાં વર્ષ ર૦૧૯ થી ર૦ર૧ સુધીની કારોબારી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રહલાદભાઇ સિંધવ (કેવિન ફોટો) સેક્રેટરી તરીકે રાજુ યાદવ (પરફેકટ ફોટો) ઉપપ્રમુખ તરીકે પ્રેમજીભાઇ વાઘેલા (સાગર ફોટો), જોઇન્ટ સેક્રેટરી તરીકે વિનાયક બોખાણી (એચડી.ફોટો) અને ખજાનચી તરીકે કુમારભાઇ ગોહિલ (કુમાર ફોટો) તથા કારોબારી સભ્ય તરીકે મહેન્દ્ર ચાવડા (પ્રકાશ ફોટો) અને વિનોદ ધ્રુવ (વિશાલ ફોટો) તેમજ લીગલ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે ભરત ચૌહાણ (ચૌહાણ આર્ટ) અને દિવ્યેશ જેપાર (વેનીશ વિડીઓ) ની નિમણુંક કરવામં આવી છે.

(1:16 pm IST)