Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ખંભાળીયામાં આઇટીઆઇની પુર્વ જુનીયર કલાર્ક બનાવટી ચલણો બનાવીને રૂ. ૬.પ લાખની ઉચાપત

ખંભાળીયા, તા., ૧૩: ખંભાળીયા આઇટીઆઇમાં ફરજ બજાવતા જુનીયર કલાર્ક દ્વારા જે તે સમયે ખોટા ચલણો બનાવી રૂ). પ,,૦,૧૧૦ તેમજ રોકડ રૂ. ૧,ર૧,૧પ૦ મળી કુલ રૂ. ૬,૬૧,૩૦૦ ની ઉચાપત કરતા કલાર્ક વિરૂધ્ધ આઇટીઆઇટના આચાર્યએ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ છે.

આઇટીઆઇમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બનાવી ચુકેલ એ.એન.સમાએ આઇટીઆઇ ખાતે રર-૬-ર૦૧૦ં  થી ર૬-૧૦-ર૦૧૬ની તેમના ફરજકાળ દરમયાન ખોટા ચલણો બનાવી રૂ.પ,૪૦,૧પં૦ તેમજ રોકડ રૂ. ૧,ર૧,૧પ૦ની ઉચાપત કરાતા સમગ્ર બાબતે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક કચેરીના ઓડીટ રીપોર્ટ દરમ્યાન સમગ્ર મામલો સામે આવતા આ અંગે ખંભાળીયા પોલીસમાં સરકારી નાણાની ઉચાપત કર્યાની  ફરીયાદ નોંધાવવામાં આવી છે.

(1:15 pm IST)