Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જૂનાગઢ જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં પોલીસના દરોડા : ૨૧૪ લીટર દારૂ પકડાયો

રૂ. ૧લાખના મુદ્દમાલ સાથે પાંચ ઝડપાયા

જુનાગઢ તા.૧૩ : જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પ્રહિબિશન બુટલેગરો ઉપર સવારે ખાસ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન શહેર વિસ્તારમાં  તેમજ જિલ્લામાં લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગરોને ત્યાં રેઇડો કરી દેશી વિદેશી દારૂની પ્રવૃતિ ડામવા સુચનાઓ કરી એક સાથે તમામ પોલીસ સ્ટેશનો ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા રાખવામાં આવેલ 'મેગા પ્રોહિબિશન ડ્રાઇવ'શહેર વિસ્તારના એ ડીવીઝન બી ડીવીઝન સી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યવાહી માટે માંગરોળ ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક  રવિતેજા વાસમશેટ્ટી તથા જૂનાગઢ ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા કેશોદ ડિવીઝનના જે.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનીક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા પો.કર્મચારીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.ગોહિલ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપના ઈન્ચાર્જ પો.ઈન્સ. જે.એમ.વાળા તથા ચુનંદા સ્ટાફને વહેલી સવારે શહેર વિસ્તારના તથા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઇઝ પ્રોહિબિશનના ુટલેગરોની ચેકિંગ હાથ ધરવામાં આવેલી હતી. પ્રહી  બુટલેગરોનુ ખાસ ચેકીંગ કરી દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવેલ હતુ.  આ કાર્યવાહી દરમ્યાન જુનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ ૫૫ પ્રોહિબીશનના બુટલેગરોની સરપ્રાઇસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી. જે પૈકિ પ્રોહિબીશન બુટલેગરો ઉપર ચાલુ ભઠ્ઠીના દેશી દારૂના કુલ-૨૦ કેસો કરવામાં આવેલ. જેમા દેશી દારૂ- ૨૧૪ લીટર કુલ કિં. રૂ. ૪૮૨૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર - ૧૨૮૭૦ કુલ કિં.રૂ. ૨૫૭૪૦/- તથા મુદ્દામાલ સહિત સહિત કુલ કિં. રૂ. ૯૯,૧૦૦ /- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. આ મેગા ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશન બુટલેગરો એવા આરોપીઓ (૧) લાખા રાજા કોડીયાતર (૨) કનુમોરી રબારી (૩) લખમણ ભીખાભાઇ મોરી (૪) અશ્વિન ધીરૂભાઇ રાઠોડ (૫) રામભાઇ ગોવિંદભાઇ માકડીયા વિગેરે પોલીસ ઝપટે ચડી ગયા હતા.

(1:11 pm IST)