Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મોરબીમાં વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી

મોરબી :  પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબીમાં વિશ્વ યુવા કૌશલ દિવસ ૧૫ જુલાઈ ૨૦૧૯ ની ચોથી વર્ષગાંઠ નિમિતે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબીમાં કૌશલ યુવા સંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જે યુવા સંવાદમાં ૧૨૦ થીજ ૧૩૦ વિદ્યાર્થીઓએ ડીબેટમાં રસપૂર્ણ રીતે ભાગ લીધો હતો જેમાં જે તે ટાળીઈણા યુવાનોને તેની તાલીમને લગતા તથા તેની ટ્રેનીંગની સગવડતાઓ તેમજ રોજગારી વિષે ડીબેટ કરવામાં આવી બધા વિદ્યાર્થીઓને તેના જીવનમાં તાલીમ કઈ રીતે અસર કરે છે તથા તેના વ્યવસાયિક તથા રોજગારીમાં કઈ રીતે મદદરૂપ થાય છે તેના વિષે ચર્ચા યોજાઈ હતી. પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના સેન્ટર મેનેજર નીરવભાઈ ભાલોડીયા, આલોકભાઈ દવે, રજનીકાંતભાઈ તેમજ સેન્ટરના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેમજ મહત્વનું યોગદાન આપ્યું હતું.

(2:35 pm IST)