Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હળવદના યુવાનોએ શિક્ષણ યજ્ઞમાં આહુતી આપી

ફ્રેન્ડસ સેવા ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ ૧૨૦૦ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટ અર્પણ

હળવદ  :  આજના સમયમાં શિક્ષણ દિવસે ને દિવસે મોંઘુ થતું જાય છે ત્યારે શૈક્ષણીક ખર્ચ મા વાલીઓ ની કમર તોડી નાખી છે.ત્યારે હળવદ ના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ના મિત્રો એ મહેનત કરી ને દરેક સ્કુલ માં જઈ ને વેસ્ટ પસ્તી ભેગી કરી વેસ્ટ માંથી બેસ્ટ એમ જૂની પસ્તી વેચી નવા ફૂલ સ્કેપ ચોપડા બનાવી તેમજ કંપાસ પેન્સિલ રબર સંચો બોલપેન વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરી ૧૨૦૦ જેવી શૈક્ષણીક કીટ હળવદ ની જરૂરિયાત વાળી સ્કુલ ઙ્ગજેવી કે ભવાનીનગર પ્રાથમિક શાળા, જી આઇ ડી સી મા આવેલ પ્રાથમિક શાળા જેવી ૬ શાળાઓ ને તમામ વિદ્યાર્થીઓ ને આ કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ઙ્ગતેમજ બાળકો ને ભણતર વિશે જ્ઞાન આપી ભણતર નું મહત્વ સમજાવ્યું હતું. અને બાળકો ને દરરોજ શાળાએ આવવા માટે પહેલ કરી હતી.

આ ગ્રુપ દ્વારા ૧ લાખ ની રકમ ની ૧૨૦૦ કીટ બનાવવા મા આવી હતી.ઙ્ગ

હળવદ મા સતત ચાર વર્ષ થી ચાલતી એક યુવાનો ની સંસ્થા એટલે કે ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ .

આ યુવાનો હાલ ના જમાના મા જે યુવાનો અવળી દિશા માં જઈ રહ્યા છે ત્યારે આ યુવાનો સંપૂર્ણ વિરુદ્ઘ દિશા મા જઈ એક સેવા કરવા ની પહેલ કરી છે.

હળવદ ની અંદર છેલ્લા ચાર વર્ષ થી આ ગ્રુપ અલગ અલગ રીતે જરૂરિયાતમંદ બાળકો ,જરૂરિયાતમંદ પરિવાર ઉંમરલાયક વડીલો તેમજ પર્યાવરણ ને બચાવવા તથા પક્ષીઓ ને બચાવવા અલગ અલગ પ્રવૃત્ત્િ।ઓ કરે છે.

આ પ્રોજેકટ ને સફળ બનાવવા માટે પ્રમુખ દિવ્યાંગ શેઠ, માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ, તથા અજ્જુભાઈ, કાળુભાઇ ઠાકોર, પાર્થ પટેલ, શનીભાઈ ચૌહાણ,મયુરભાઈ ગાંધી, ધર્મેન્દ્રભાઈ (શિક્ષક), કશિશ રાવલ,દ્યનશ્યામ ભાઇ બારોટ વગેરે ઉપસ્થિત રહેલ .

(11:46 am IST)