Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

આટકોટમાં પાંચ વર્ષના બાળકને દંપતિએ ઝુડી નાખ્યો : પતિ દિલિપની ધરપકડ

નાના બાળકો રમતા હતા દરમિયાન બાળકો વચ્ચે ઝગડો થતાં એક બાળકના માતા-પિતાએ માર મારતા ફેકચર થઇ ગયું

રાજકોટ તા ૧૩  : આટકોટના કૈલાશ નગર ખાતે નાના બાળકો રમતા હોય બંનેએ ઝગડો કરતા પાંચ વર્ષના બાળકને બીજા બાળકના માતા-પિતાએ માર મારતા ડાબા હાથમાં ફેકચર થઇ જતાં આરોપી દિલીપ વલ્લભ રાઠોડ (જાતે નાથબાવા)ની આટકોટ પોલીસે ધરપકડ કરી છે, જયારે દિલીપની પત્ની નાસી ગયેલ છે.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આટકોટના કૈલાશ નગરમાં રહેતા ફરીયાદી પિન્ટુભાઇ મનસુખભાઇ રોજાસરા કોળી અને આરોપી દિલીપ વલ્લભ રાઠોડ નાથબાવા બંને બાજુમાં રહે છે.

બંનેના નાના પાંચ વર્ષના બાળકો રમતા હતા અને દરમિયાન બંને વચ્ચે ઝગડો થતા દિલીપ વલ્લભ રાઠોડ અને તેમના પત્નિ વસંતબેન દિલીપે ઉશ્કેરાઇ જઇ પિન્ટુના માત્ર પાંચ વર્ષના બાળકને ઢીકા પાટુનો માર મારતા ડાબા હાથમાં ઇજા થતા સારવારમાં ખસેડવો પડયો હતો.

આ અંગે પિન્ટુની ફરીયાદના આધારે આટકોટ પોલિસે આરોપી દિલીપ વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ ૩૨૩, ૩૨૫, અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધી દિલીપની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જયારે દિલીપની પત્ની વસંતની ધરપકડ હજુ બાકી છે. આ બનાવની તપાસ એ.એસ.આઇ.  રઘુભાઇ ચલાવી રહયા છે.

(11:44 am IST)