Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કુતિયાણાની ચૌટા ચેક પોસ્ટ પાસે ટ્રકમાંથી ૧પ.૮૬ લાખનો દારૂ ઝડપાયો

રાજસ્થાનના ર શખ્સો પોરબંદર તરફ દારૂ લાવતા હતાઃ ૪૧પ પેટીમાં ૪૯૮૦ દારૂની બોટલોઃ ટ્રક સહિત કુલ ૩૧ લાખનો મુદામાલ જપ્ત

પોરબંદર, તા., ૧૩: કુતિયાણા પાસે ચૌટા ચેક પોસ્ટ પાસે રાજસ્થાનથી આવતા ટ્રકનું ચેકીંગ કરતા રૂ. ૧પ,૮૬,૭૦૦ના દારૂ સાથે ડ્રાઇવર સહીત ર શખ્સોને પોલીસેે ઝડપી લીધા હતાં.

કુતિયાણાના પીએસઆઇ એસ.ટી. રાણા તથા સ્ટાફે ચૌટા ચેક પોસ્ટ પાસે આર.જે.૦૭ જીએ ૪૭૭૭ નંબરના ટ્રકનું ચેકીંગ કરતા ઇંગ્લીશ દારૂની ૪૯૮૦ બોટલ સાથે કુલ ૪૧પ પેટા મળી આવી હતી. રાજસ્થાનથી પોરબંદર લઇ આવતા ટ્રક ડ્રાઇવર જીગરરામ ભગવાનરામ બીશ્નોઇ (ઉ.વ.૩પ) રે. બારમેડા રાજસ્થાન તેમજ રમેશકુમાર ગીરધારીરામ રે. રાજસ્થાનવાળાને બન્નેને પકડીને કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે.

દારૂ જથ્થો ટ્રક મોબાઇલ નંગ-ર રોકડ રૂ. રર૦૭૦ સહીત કુલ ૩૧, ૧૧,પ૭૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ દારૂ પોરબંદર જિલ્લામાં કયા સ્થળે અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)