Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ધોરાજીમાં દિપક ચૌહાણ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ધોરાજી, તા. ૧૩ :. પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓની સૂચનાથી એસ.ઓ.જી. બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર એચ.જી. પલ્લાચર્યા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ધોરાજી કાંતી પાન જનાના હોસ્પીટલના ગ્રાઉન્ડ પાસે દિપકભાઈ પોપટભાઈ ચૌહાણ રે. સરકારી દવાખાના સામે ગોંડલવાળા ઓટો રીક્ષા નંબર જીજે ૦૩ બીયુ ૪૦૧૪ રોકી ચેક કરતા ઓટો રીક્ષા બિન-અધિકૃત માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૧,૭૨૦ કિ.ગ્રા. જેની કિં. રૂ. ૧૨,૦૪૦ ગણી તથા બજાજ ઓટો રીક્ષાની કિં. રૂ. ૧,૦૦,૦૦૦ ગણી કુલ કિં. રૂ. ૧,૧૨,૦૪૦નો મુદામાલ કબ્જે કરી ધોરાજી પો. સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર એચ.જી. પલ્લાચર્યા, પો. હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા, સંજયભાઈ નિરંજની, જયવિરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, પો.કો. ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ ધાધલ, મયુરભાઈ વિરડા તથા સાહીલભાઈ ખોખર વિગેરેએ આ કામગીરી કરી હતી.

(11:43 am IST)