Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જુનાગઢ નજીક ડુંગરપુર ગામે જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂ. ૪૩,૭૦૦ ના મુદામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા

જૂનાગઢ તા. ૧૩ :.. જૂનાગઢ રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ દારૂ - જૂગારની પ્રવૃતિ ગુજરાતમાંથી સદંતર નેસ્તા નાબુદ કરવા માટે જારી કરેલ આદેશના પગલે.

જૂનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સૌરભ સિંઘનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. જે. પી. ગોસાઇ તથા સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ડુંગર ગામે ખાખરીયાપરા વિસ્તારમાં જાહેરમાં કેટલાક ઇસમો તીનપતી હારજીતનો જૂગાર રમતા હોવાનું જણાતા  જૂગાર અંગે રેડ કરતા.

દેવશીભાઇ ખોડાભાઇ અઘોલા, સંદિપભાઇ હિતેશભાઇ રાઠોડ, રાજૂભાઇ ગોવિંદભાઇ નંદાણીયા, મુનાભાઇ રામજીભાઇ અઘોલા, અને જેન્તીભાઇ ઉર્ફે ઓઢાભાઇ કાળાભાઇ વાઘેલા સહિત પાંચ આરોપીઓને રૂ. ૮૭૦૦ રોકડ તથા ત્રણ મોટર સાયકલ મળી કુલ ૪૩,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીની ધોરણસર અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જૂનાગઢ તાલુકા પીએસઆઇ જે.પી. ગોસાઇ હે.કો. કમલેશભાઇ બાબુભાઇ દિનેશભાઇ તથા લખમણભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:41 am IST)