Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રેડક્રોસ ખંભાલીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

ખંભાળીયાઃ તાજેતરમાં જ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ખંભાલીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૭૦ બોટલ એટલે કે ર૧૦૦૦ સી.સી. રકત એકત્ર થયું હતું. રકત દાતાઓને સંસ્થા તરફથી સર્ટી અને ભેટ આપેલ કેમ્પને સફળ બનાવવા જિલ્લા ચેરમેન કિરીટભાઇ મજીઠીયા, પ્રોજેકટ ચેરપરસન શ્રેયાંસ મજીઠીયા અને રૂષીન ગોકાણી સહિત મિલન સાયાણી, અખીલેશ મોદી, પંકજ બાબરીયા, દિનેશ બોડા, નંદન સીમરીયા, નિતેશ પંચમતીયા, ચેતન સુરેલીયા, ધીરેન મોટાણી, જીગ્નેશ ભાયાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:39 am IST)