Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉનામાં ર શખ્સો દારૂની ર૬પ બોટલ અને ર૪ બીયરના ટીન સાથે ઝડપાયા

ઉના તા. ૧૩ :.. પોલીસે વાંસોજ જતા રોડ ઉપર દારૂની ફેરાફેરી કરતાં ૩ આરોપી પાસેથી ર૬પ બોટલ ઇગ્લીસ દારૂ ત્થા બીયર ટીન -ર૪, પકડી પાડયા ૧ પકડાયો બે નાસી ગયા હતાં.

ઉના તાલુકાનાં એહમદપુર માંડવી ગામથી વાસોજ જતા રોડ ઉપર બર્ડ વોચ ટાવર પાછળ ખાડીમાં ૩ શખ્સો કોથળા ઉપાડી આવતા હોય ઉના પોલીસે તેમને પકડવા દોટ મુકતાં લાલજી ઉર્ફે લાલો પુનાભાઇ સોલંકી રે. નાથળ, તા.ઉના વાળો પકડાઇ ગયેલ જયારે હીરા ઉર્ફે નાનો પાંચો સોલંકી તથા સંજય રાજા સોલંકી રે. નાથળ વાળા કોથળા મુકી નાસી ગયા હતાં. કોથળમાંથી પ્રાંતની ઇગ્લીશ દારૂની બોટલ નંગ ર૬પ ત્થા બીયર ટીન ર૪ નંગ મળી કુલ ર૦૮૦૦ નાં મુદામાલ સાથે ૧ ની ધરપકડ કરી હતી. બીજા બે ને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:38 am IST)