Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉના નવાબંદરમાં હત્યાના સ્થળ ઉપરથી લોહીવાળો પથ્થર, સ્લીપર જોડી-૧ તથા ચશ્મા મળ્યા

હજૂ આરોપી હાથ આવ્યા નથીઃ શકદાર સહિત શખ્સોની પોલીસ દ્વારા પુછપરછ

ઉના તા. ૧૩ :.. નવાબંદરનાં યુવાનની હત્યાનાં બનાવમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહેલ છે. શંકદાર સહિતની પુછપરછ શરૂ કરી છે. બનાવના સ્થળ ઉપરથી લોહીવાળા પથ્થર, સ્લીપર જોડી-૧, ચશ્મા મની આવતા કબ્જે લીધા છે.

નવાબંદર ગામે ગઇકાલે કોળી યુવાન રમેશભાઇ ભગવાનભાઇ (ઉ.૩પ) ની ક્રુર રીતે હત્યા કરી નાખતાં વેરાવળનાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. મંધરા તપાસ કરી રહ્યા છે. બનાવના સ્થળે પંચનામુ કરતા લોહીના ડાઘા વાળો એક પથ્થર, ચશ્માની જોડી-૧ તથા સ્લીપરની જોડી-૧ મળી આવતા કબ્જે કરી હતી.

તેમજ બનાવના સ્થળ ઉપર જમીન ઉપર મૃતકને વાહન મારફત ઢસડયો હોય તેવા લીસોટા મળી આવેલ હતાં.મૃતકના ભાઇએ જે ફરીયાદમાં શકદાર તરીકે યુનુસ ઉર્ફે ગુલ્ટીનું નામ જાહેર કરેલ તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાંજ સુધી કોઇ આરોપીની ધરપકડ કરાઇ નથી. મૃતકનાં લગ્ન થઇ ગયા છે. પત્ની ત્થા ૩ બાળકો છે. જામનગરથી તેમની લાશનું પોસ્ટ મોર્ટમ કરી સાંજે નવાબંદર લાવવામાં આવી છે. કોઇપણ અનિછનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડી. વાય. એસ. પી. એ મુકામ કરેલ છે.

(11:38 am IST)