Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉનાના ઉંટવાળામાં ખેતરના શેઢા પ્રશ્ને ધોકા અને પાઇપ વડે હૂમલો

ઉના તા. ૧૩ :.. તાલુકાનાં ઉંટવાળા ગામે ખેતરના સેઢા ખેડવા બાબતે બોલાચાલી થતા આઘેડ ઉર ૩ લોકોએ ધોકા-પાઇપ વતી હૂમલો કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાઇ છે.

ઉના તાલુકા ઉંટવાળા ગામે રહેતા મધુભાઇ જશાભાઇ સાંખટ ઉ.પ૦, પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા ત્યારે તેમના ખેતરનાં શેઢે ખેતર ધરાવતાં હમીરભાઇ ઉકાભાઇ સાંખટ, કાળુભાઇ મેરૂભાઇ સાંખટ, ઉદડાભાઇ નથુભાઇ ગોહીલ રે. ઉંટવાળા વાળા આવી ફરીયાદીની સાથે ખેતરના સેઢા ખેડવા બાબતે બોલાચાલી થતા ખાર રાખી ભુંડી ગાળો આપી. ધોકા ત્થા લોખંડના પાઇપ વડે હૂમલો કરી ઇજાઓ કરતા ઉના દવાખાનો સારવાર માટે આવેલ છે. ઉના પોલીસમાં આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા તપાસ ઉનાા પોલીસ કરી રહી છે.

(11:37 am IST)