Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મૂળીના ઉમરડા ગામે નદીમાં ફસાયેલ આધેડને ગ્રામજનોએ આબાદ બચાવી લીધો

રાત્રીના સમયે ટોર્ચના અજવાળે ત્રણ સાહસિક યુવાનોએ આધેડનો જીવ બચાવવા ખરી જહેમત ઉઠાવી

મુળીના ઉમરડા ગામે નદીના ઘોડાપુરમાં તણાય ગયેલ આધેડ વયના ભરતભાઇ માવુભાઇ પરમારને સાહસિક યુવાનોએ બચાવેલ તે સાહસિક યુવાનો તથા બીજી તસ્વીરમાં હેમખેમ બચી ગયેલ માવુભાઇ નજરે પડે છે.

વઢવાણ તા.૧૨ : મૂળી તાલુકાના ઉમરડાગામે આવેલ નદીમા ધોડાપુર આવતા એક વ્યકિત નદીમા ફસાયો હતો જેનો ગામના બહાદુર યુવાનોએ પોતાનો જીવ જોખમમા નાખી રેસ્કયુ કરી તેને બચાવી લીધો હતો.

 જાણવા મળતિ વિગત મુજબ તા.૬.૭.૧૯ રોજ સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાતા ઉમરડા ગામે અઢી ઇંચ જટલો વરસાદ વરસી ગયો હતો ઉપરવાસના ગામોમા પણ વરસાદ થતા વરસાદી પાણીની આવક ઉમરડા ગામ પાસે આવેલ નદીમા વધેલ હતી ઉમરડા ગામના ભરતભાઇ માવુભાઇ પરમાર ઉ.૪૫ વાડીએ કામ અર્થે ગયેલ વરસાદી માહોલમા નદીમા ઓછુ પાણીનુ અનુમાન લગાવી ધરે પરત ફરતા હતા ત્યારે નદીમા પાણીનો પ્રવાહ વધતા ભરતભાઇ નદી મા ફસાઇ ગયા હતા.

ઙ્ગઙ્ગઙ્ગ આ બનાવની જાણ ગામના સરપંચ કનુભાઇ કરપડા સહીત ગ્રામજનોને થતા તેઓ નદી કિનારે દોડી ગયેલ હતા નદીમા બાવળના ઓથમા ફસાયેલા ભરતભાઇ ને જોતા કનુભાઇ એ આ ધટનાની જાણ મૂળી હરદેવસિહભાઇ પરમાર અને મૂળી માલતદારને કરતા તંત્રમા દોડધામ મચી ગયેલ હતી.

 કનુભાઇ કરપડા સહીત ગ્રામજનોની આગવી સુઝવડે રાત્રી ના ગાઢ અંધકારમા ગ્રામજનો એ ટોર્ચના અજવાળે ગામના સાહસિક યુવાનો મુકેશભાઇ હરજીભાઇ બારૈયા વાલાભાઇ જીણાભાઇ સરૈયા રાજુભાઇ લીંબાભાઇ આલે પોતાનો જીવ જોખમમા મુકી નદીમા ઝપલાવી રેસ્કયુ કરી ભરતભાઇ ને આબાદ રીતે બચાવી સાહસિકતા દાખવી હતી હેમખેમ પરત ફરેલા ભરતભાઇના પરિવારમા એક પંદર વર્ષની દિકરી છે

પોતાના જીવની પરવા કર્યા વિના સાહસિક યુવાનોએ એક મજુરી કરતા પરિવારના મોભીને બચાવી પરિવારને ઉગારી લેતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો ગામના સરપંચ કનુભાઇ અને ગ્રામજનોએ સાહસિક યુવાનોને પીઠ થાબડી હતી સાહસ દાખવનાર યુવાનોની તંત્ર દ્રારા કદર કરવામા આવે તેવી પણ ગ્રામજનોએ લાગણી વ્યકત કરી હતી.

(11:36 am IST)