Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કાથરોટા ગામે જૂગાર રમતા ૭ શખ્સો પકડાયાઃ પાટણવાવ પોલીસનો દરોડો

રાજકોટ તા. ૧૩ :.. પાટણવાવ પોલીસે કાથરોટા ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજ કાથરોટા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પાટણવાવના પી. એસ. આઇ. વાય. બી. રાણા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા રાણા નાથાભાઇ ભારાઇ, વિસા ટીડાભાઇ ચાવડા, લીલા અમરાભાઇ કોળી, કારા છગનભાઇ કોળી, ભીમા મનજીભાઇ કોળી, મેરા દેવશીભાઇ કોળી તથા દેવશી રામજીભાઇ કોળી રે. તમામ કાથરોટાને રોકડા રૂ. ૧૦,ર૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(11:34 am IST)