Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

માછલીની ઉલ્ટીથી પ્રાપ્ત થતા અમ્બરગ્રીસ મોંઘા પરફયુમ બનાવવાના ઉપયોગમાં લેવાય છે

સોમનાથમાં મચ્છીમારી કચરો વ્યવસ્થાપન સંપન્ન અંતર્ગત સેમીનાર

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૧૨ : ઈમ્પિરિયલ હોટેલ, સોમનાથ ખાતે કેંન્દ્રિય માત્સ્યકી અનુસંધાન કેંદ્ર વેરાવળ અને સોસાયટી ઓફ ફિશરીઝ ટેકનોલોજિસ્ટ (ઈંન્ડીયા) કોચીન ના સયુકત ઉપક્ર્મે માછીમારી કચરો વ્યવસ્થાપન ૅં ગુજરાત મા પડકારો અને વ્યવસાયિક તકો વિષે રાષ્ટ્રિય સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ . આ સેમિનાર ના મુખ્ય અતિથિ ડાઙ્ખ. રાધાકૃષ્ણ ટી., નિયામકશ્રી, મગફળી સંશોધન નિર્દેશાલય, જુનાગઢ તેમજ અધ્યક્ષ પદે કેંદ્રિય માત્સ્યકી અનુસંધાન કોચીન થી ડો. એ.એ. ઝૈનુદ્દિન, પ્રધાન વૈજ્ઞાનિક (ગુણવત્ત્।ા ખાત્રી સંચાલન) તેમજ સીફૂડ એક્ષપોર્ટર્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી (ગુજરાત ચેપ્ટર) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નુ સંચાલન સંસ્થા ના વૈજ્ઞાનિક ડો. રમ્યા એસ., ડો. પ્રજિત કે.કે. તેમજ આભારવિધિ  આશિષ કુમાર ઝા દ્વારા કરવામા આવી, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત સંસ્થા ના પ્રભારી વૈજ્ઞાનિક ડો. ટોમ્સ સી. જોસેફ  દ્વારા કરાયુ આ પ્રસંગે આ વિષય ના અભ્યાસુઓ, તજગ્નો, વિધ્યાર્થીઓ સ્કોલરો તેમજ માહિતિ ખાતાના અધિકારી શ્રી અનવર સોઢા અને પત્રકારો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.    

અતિથિ પદે થી સમ્બોધન કરતા  ડો. રાધાકૃષ્ણ ટી., એ જણાવ્યુ કે સી.આઈ.એફ.ટી. દ્વારા ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન ને સાર્થક કરતો આ સેમિનાર છે, જે દેશ ના ખેડુતો ની આવક ને બમણી કરવા માટે નો પ્રયાસ છે. માછલી નામ લેતા જ દુર્ગંધજન્ય વસ્તુ એવી સામાન્ય માન્યતા થી વિપરીત દ્યણા ને એ વાત નો ખ્યાલ નહી હોય કે સ્પર્મ વ્હેલ માછલી ની ઉલટી થી પ્રાપ્ત અમ્બરગ્રીસ મોંઘા પરફયુમ બનાવવા મા લેવાય છે.    અતિથિ વિશેષ પદે થી સંબોધન કરતા શ્રી પિયુષભાઈ ફોફંડી એ જણાવ્યુ કે માત્ર ૫૦-૬૦ ટકા માછલીઓ નો ખોરાક રૂપે ઉપયોગ થાય છે, જયારે બાકી બિન ઉપયોગી નકામો જાય છે, જે આખરે કચરા રૂપે તેમજ ઓછી કિમત મા માછલી પાવડર ના કામ મા લેવાય છે, પરંતુ આ બિન ઉપયોગી માછલી નો કચરો વધુ મુલ્ય રૂપે પરિવર્તિત કરી ને ઉપયોગ મા લેવાય તેવી ખાસ્સી સંભાવનાઓ રહી છે, તેમણે આશા વ્યકત કરી કે આ સેમિનાર ઉધ્યમીઓ/વ્યવસાયીઓ અને માછીમાર સમાજ ને જ્ઞાન ના આદાન પ્રદાન નુ માધ્યમ બની રહેશે.

ડો. ટોમ્સ સી. જોસેફે ઉપસ્થિત સભા નુ સ્વાગત કરતા કહ્યુ કે સ્વાસ્થ્ય લાભ ની સારી સમઝ ના ફળ સ્વરૂપ હાલ ના દાયકાઓ મા માછલીનો ઉપભોગ વૈશ્વિક સ્તરે ઘણો વધ્યો છે, પ્રોસેસ્ડ દરિયાઈ ઉત્પાદન ઘણા પોષક તત્વો તેમજ જૈવિક રુપે સમ્રુદ્ઘ છે, જેમા ઓમેગા-૩ પીયુએફએ યુકત માછલી નુ તેલ સામેલ છે. જૈવ પ્રોધ્યોગિકિ મા તેજ વિકાસ ની સાથે સાથે મુલ્યવાન ન્યુટ્રાસ્યુટિકલ્સ અને અન્ય અવયવો ના સ્રેતો ના રૂપે આ માછલી ના કચરા નો ઉપયોગ કરવાની ઘણી સમ્ભાવનાઓ રહેલી છે.

(11:33 am IST)