Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉનાના વાજડી હનુમાન મંદિર પાસે મોટો પુલ બનાવવા ૧.૫૦ કરોડ મંજૂર : દિવાળી પછી કામ શરૂ કરાશે

ઉના તા.૧૩ : તાલુકાના વાજડી હનુમાન મંદિરે જતો નદી ઉપર મોટો પુલ બનાવવા સહિત નાલા ઉંચા કરવા સરકારે ૧ કરોડ ૫૦ લાખ મંજૂર કરતા દિવાળી પછી કામ શરૂ થશે.

ઉના તાલુકાના ભાચા ગામ પાસે જુનુ પ્રાચીન વાજડી હનુમાન મંદિર આવેલ છે. શાહી નદી ઉપર ૩ વર્ષ પહેલા ભારે પુરને કારણે પુલ ધોવાઇ જતા તાલુકાના આગેવાનોએ રાજય સરકારને લેખીતમાં માંગણી કરાઇ હતી તેથી તાજેતરમાં રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે વાજડી હનુમાનમંદિરે જવા માટે શાહી નદી ઉપર ૨૦૦ મી.નો માઇનોર બ્રીજ જેમાં ૬ મી.ના પાંચ આવશે તેના ૬૦ લાખ મંજુર કરી  જોબ નંબર ફાળવી દેવાયા હતા ચોમાસુ પુરૂ થયા બાદ ઉના વરસીંગપુર રોડ પર નીચા નાલા પુલીયાના ૯૦ લાખના કામ મંજુર કરી દેવાતા ગ્રામજનો તથા ભકતજનોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. ગુજરાત સરકાર ખરેખર ગતિશિલ સરકાર પ્રજાને સુવિધા સગવડતા આપતી સરકાર બની છે.

(11:32 am IST)