Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મોટી પાનેલી સરકારી શાળાના બાળકોને પંકજસિંહ મેમોરિયલ ગ્રુપ દ્વારા સ્કૂલ બેગનુ વિમોચન

મોટી પાનેલીઃ તા.૧૩, ઉપલેટા તાલુકાના પાનેલી મોટી મુકામે આજરોજ ડે.કલે.પંકજસિંહજી કે. જાડેજા તાલુકા શાળાના બાળકોને શ્રી પંકજસિંહજી કે.જાડેજા મેમોરિયલ ગ્રુપના ઉપક્રમે નોખી માટીના અનોખા માણસ કે જેને બે બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે તેવા દિવ્ય વ્યકિત અને પાનેલીના પનોતા પુત્ર એવા શ્રી પંકજસિંહજી કે.જાડેજા ની દિવ્ય સ્મૃતિ મા સ્કૂલ બેગ વિમોચન કરવામાં આવેલ હતું આ પ્રસંગે અતિથિવિશે પૂર્વ સાંસદશ્રી હરિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ જેઓએ પંકજસિંહ જાડેજા નુ જીવન ચરિત્ર તેમની કાર્ય પદ્ઘતિ નિષ્ઠાના ગુણગાન રજૂ કરી બાળકોને તેમના જીવનમાંથી કંઈક શીખ લેવા પ્રોત્સાહિત કરેલ સાથેજ ઉપસ્થિત ઉપલેટા ના નગરપાલિકા પ્રમુખશ્રી દાનભાઈ એ પણ પંકજસિંહના ઉમદા કાર્યોની વાત કરી હતી ચીખલીયા ના સરપંચશ્રી તાલુકા પંચાયત ચેરમેન શ્રી એ પણ કાર્યક્રમને અનુરૂપ ઉમદા વાત કરી હતી આ પ્રસંગે ઉપલેટા તાલુકા ટીડીઓ સાહેબ શ્રી ભાયાવદર પીએસઆઇ શ્રી મોટી પાનેલી સરપંચશ્રી ઉપસરપંચશ્રી બધાભાઇ મહેન્દ્રભાઈ ભાલોડીયા તાલુકાના પદાધિકારીઓ આગેવાનો પાનેલી ગામના આગેવાનો કાર્યકરો એ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારેલ.

 કાર્યક્રમનું સંચાલન તાલુકા શાળાના શિક્ષક બહેન શ્રી મેનાબહેને સુંદર કામગીરી બજાવેલ. વિશેષ મા શાળાની ભવ્યતા અને દિવ્યતા વિશે શ્રી અજયસિંહ જાડેજાએ ગોંડલ સ્ટેટ શ્રી ભગવતબાપુ નો વારસો પંકજસિંહ જાડેજા તાલુકા શાળાને ફરીથી ભવ્યતા પ્રાપ્ત થાય તે માટે તમામ આગેવાનો તેમજ ગ્રામ આગેવાનોને રજુઆત કરેલ સાથેજ ૧૩૫ વર્ષ જૂની આ શાળાના ઇતિહાસ ને યાદ કર્યો હતો. કાર્યક્રમ ની આભારવિધિ આચાર્ય શ્રી માલદેસાહેબે કરેલ સર્વોનો આભાર વ્યકત કરેલ. મો. ૯૮૯૮૯૩૦૨૪૪

(11:31 am IST)