Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

૧૫ દિ' પહેલા પડોશીના હુમલામાં ઘાયલ ઝાંઝરડાની રિધ્ધી રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: જુનાગઢના ઝાંઝરડામાં રહેતી મેર યુવતિ રિધ્ધી ભૂપતભાઇ કેશવાલા (ઉ.૨૦)ને ૨૬/૬ના રોજ તેના પડોશી દલિત યુવાન અનિલે છરીથી ઘાયલ કરતાં અને અનિલની બહેન અંજુ તથા કાજલ અને માતા મંજુબેને મારકુટ કરતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ગઇકાલે સિવિલમાં દાખલ કરવામાં આવી છે.

રિધ્ધી એક ભાઇથી મોટી છે. તેના પિતા રિક્ષાચાલક છે. તેણીના કહેવા મુજબ તેને અંજુ પોતાના ભાઇ અનિલ સાથે લગ્ન કરી લેવા કહી હેરાન કરતી હતી. ના પાડતાં અનિલે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. જે તે વખતે જુનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.

(11:30 am IST)