Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભાવનગર સહિત ત્રણ જિલ્લામાંથી હદપાર થયેલ નરેશ શાહને ભાવનગર એસઓજીએ તેના ઘરેથી ઝડપી લીધો

 

ભાવનગર  જીલ્લા સહિત જીલ્લામાંથી તડીપાર થયેલ નરેશ મનુભાઈ શાહને  તેના ધરેથી ભાવનગર એસ..જી. પોલીસે ઝડપી લીધો છે 

  ભાવનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૈાધરીના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ  હતી

  સૂચના બાદ એસ..જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ  તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી ત્રણ માસ સુધી તડીપાર થયેલ  નરેશભાઇ મનુભાઇ શાહ (.. ૩૫) (  રહે. ચાવડી ગેટ, રામાપીરના મંદિર પાસે, દેપુ.વાસ., ભાવનગર )ને તેના ઘરેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે

કામગીરીમાં એસ..જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહિતના જોડાયા હતા

(11:41 pm IST)