Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભુજમાં મિરઝાપર રોડ પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

મંજૂરી વિના આડેધડ બનાવાયેલા બાંધકામનો ખડકલો થતા તંત્રએ કાર્યવાહી કરી

ભુજ :શહેરના મિરઝાપર રોડ પર અનઅધિકૃત પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું દબાણો તોડવાની કામગીરી પોલીસ બંદોબસ્તને સાથે રાખીને કરવામાં આવી છે.

 ભુજ શહેરમાં મંજૂરી વિના આડેધડ બનાવાયેલા બાંધકામનો ખડકલો થતા તંત્રએ હવે આવા બાંધકામો પર હથોડો વીંઝયો છે. ગઈકાલે ભુજમાં લંઘા શેરીમાં દબાણ તોડી પાડયા હતા.ત્યારે મીરઝાપર રોડ પર અનઅધિકૃત દબાણો તોડવાની કામગીરી આરંભાઈ છે. મેઇન રોડ પર આ પાકા દબાણો ભાડાની મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા જેથી  જેસીબી અને બુલડોઝર સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આગળ પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પ્રાંત અધિકારી રવીન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કાર્યવાહીમાં ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળના અધિકારીઓ અને તંત્રના જવાબદારો હાજર રહ્યા હતા.

(8:22 pm IST)