Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બાબરા જીઆઇડીસી બારદાન ગોડાઉનમાં આગ : ૧પ લાખના બારદાન ખાખ

બાબરા, તા. ૧૩ : નીલવડા રોડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મહાદેવ ટ્રેડીંગ નામક વ્યાપારી પેઢીના બારદાન ભરેલા ગોડાઉનમાં આગ લાગવાથી લાખોનું નુકશાન થવાનો અંદાજ થયો છે. બનાવના પગલે વ્હેલી સવારથી બાબરા નગરપાલિકાનું ફાયર ફાઇટર કામે લાગ્યું હતું અને વધુ બે ફાયર ફાઇટરો બોલાવવા પડયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ વેપારી પેઢીના ગોડાઉનમાં ૩૦ હજાર ઉપરાંતના બારદાન (ખાલી કોથળા) પડયા હતાં. ગત મોડીરાત્રીના ઇલેકટ્રીક શોક સર્કીટના કારણે આગ લાગી હોવાનું માનવામા આવી રહ્યું છે. આગ અંગે વહેલી સવારે પ વાગ્યે જાણ થતા પેઢી માલીકો દોડી આવ્યા હતાં.

સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પેઢી માલીક મેહુલભાઇ મનસુખભાઇ ત્રિવેદીના નિવેદન આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. અંદાજીત ૩૦ હજાર નંગ બારદાન બળી જતા રૂ. ૧પ લાખનું નુકસાન થયું છે.

(3:50 pm IST)
  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST

  • જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST