Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વૃક્ષપ્રેમીનું પ્રેરણાદાયી કાર્ય

જુનાગઢમાં રેસ્ટોરન્ટ માલિક તેમના ગ્રાહકોને એક વૃક્ષનો છોડ વાવવા આપે છે!!

જુનાગઢમાં બસ સ્ટેશન પાસે આવેલ ઉત્સવ રેસ્ટોરન્ટના માલિક તેમના ગ્રાહકોને એક વૃક્ષનો છોડ આપીને તેઓને વૃક્ષ વાવવા પ્રેરીત કરી રહયા છે તે પ્રસંગની તસ્વીર.

 

જુનાગઢ તા.૧૩: જુનાગઢના બસ સ્ટેશન પાસે આવેલ ઉત્સવ રેસ્ટોરન્ટ ખાતે દરેક મુલાકાતી ને એક વૃક્ષનો છોડ આપી પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ૧ જુલાઇથી ચાલુ કરવામાં આવેલ છે. જે ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા મુજબ એક સર્વે પ્રમાણે જો ઓકસીજન વેચાતો લેવો પડે તો એક વ્યકિત તેના જીવન દરમ્યાન રૂપીયા છ કરોડનો ઓકસીજન વાપરે છે. જે કુદરત આપણને વૃક્ષો દ્વારા ફ્રીમાં આપે છે.

પર્યાવરણની જાળવણી માટે, આવનારી પેઢીઓને શુધ્ધ હવા, પાણી મળી રહે તેવા આશયથી ઉત્સવ રેસ્ટોરન્ટે ધરતીમાનો શૃંગાર  કરવાનો સંકલ્પ કરેલ છે. ધરતીમાંનો શૃંગાર તે માત્ર લીલાછમ વૃક્ષો છે. જેમાં તમામ પશુ-પંખીઓ પણ પોતાનો આશ્રય લે છે.

એટલા માટે જો આ પ્રમાણે કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવા, પર્યાવરણની જાળવણી માટેની જાગૃતતા આવે તેવો એક પ્રયાસ હોવાનું રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું. (૧.૨)

 

(10:12 am IST)