Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોરબંદરમાં રેસ્‍કયુ ટીમના ૨ ટગ બોટમાં ૪ જવાનો દરિયામાં ફસાયાઃ બચાવ કામગીરીઃ પોરબંદર કાંઠે રાત્રે ૮ વાગ્‍યા બાદ ૭૦ થી ૮૦ કીમી ઝડપે ફુંકાતો પવનઃ માધવપુર ઘેડમાં જૂની પોલીસ સ્‍ટેશનમાં વાયરલેશ ટાવર ભારે પવનમાં ધરાશાયીઃ પવનની થપાટ ૩ વ્‍યક્‍તિઓ ફંગોળાતા ઇજાઃ ઝુરી બાગમાં જોખમ રૂમ વીજ ટાવર ગમે ત્‍યારે પડી જાય તેવો ભયઃ પૂ.રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફુડ પેકેટ વિતરણની કામગીરી

પોરબંદરઃ દરિયાકાંઠે રાત્રીના ૮ વાગ્‍યા બાદ ૭૦ થી ૮૦ કીમી ઝડપે પવન ફુંકાયા રહેલ છે શહેરમાં રેસ્‍કયુ માટે આવેલ ર ટગબોટમાં ૪ જવાનો દરિયામાં ફસાય જતા તેમને ઉગારવા બચાવ કામગીરી હાથ ધરાય છે.

માધવપુર ઘેડમાં જૂના પોલીસ સ્‍ટેશનમાં વાયરલેશ ટાવર ભારે પવનમાં ધરાશાયી થયેલ છે. માધાપુરમાં પવનની થપાટથી ૩ વ્‍યક્‍તિઓ ફગોળાતા ઇજા થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી સારવાર માટે ખસેડાયેલ છે.

ઝુરી બાગમાં જોખમરૂપ જેટકોનો વીજ ટાવર હવામાં ધ્રુજી રહેલ છે ગમે ત્‍યારે પડે તેવો ભય સર્જાતા સતાવાળાઓ સજાગ બને તેવી માગણી ઉઠી છે વાવાઝોડા સામે તકેદારી માટે સલામત સ્‍થળે ખસેડાયેલા લોકોને પૂ.રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદીપની વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓ દ્વારા ફુડ પેકટ વિતરણની કામગીરી થઇ રહી છે.

 

(8:55 pm IST)