Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધ્વજા ચડાવાઈ : સૌ પ્રથમ પ્રસંગ

મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવાઈ

દ્વારકા  : વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. વાવાઝોડાના એલર્ટને જોતા યાત્રાળુઓને દ્વારકા ન આવવા અપીલ કરાઈ છે. દરિયા કિનારે ફરકવા માટે પણ મનાઈ છે.

 ત્યારે યાત્રાળુઓની આસ્થા ન તૂટે તે માટે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. દ્વારાકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે. ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરે દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે.પરંતુ એકસાથે બે ધજા ચડાવવાનો આ પ્રથમ પ્રસંગ છે

(1:06 pm IST)