Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભાણવડ-તાલુકાનાં ૩પ૦૯ લોકોનું સ્થળાંતર

ભાણવડ : મામલતદાર અને તેની ટીમ આજે વહેલી સવારથી સતત એકશનમાં રહીને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઇ શકે તેવા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને તાલુકાના ગામડાઓ કે જે વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ હોઇ ત્યાંના ૩પ૦૯ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના પછાત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડીને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. સંભવિત વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે શહેરીજનોને બહાર ન નિકળવા સુચનાઓ આપવામાં આવેલ છે તો શહેરની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં તા. ૧ર-૧૩ અને જરૂર પડયે ૧૪ ના રોજ રજા રાખવાની સુચના આપી દેવામાં આવેલ છે. (તસ્વીર - અહેવાલ : ડી. કે. પરમાર ભાણવડ)

(11:44 am IST)