Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વીજપુરવઠો તાત્કાલિક કાર્યરત કરવા તળાજામાં ૩૦૦ની ટીમ ખડકી

ભાવનગર, તા.૧૩: તળાજા ખાતે આજે વાવાઝોડાના પગલેઙ્ગ વિજતંત્રની અનેક ટિમો ને ખડકી દેવાઈ છે. ઉત્ત્।ર અને મધ્ય ગુજરાતના વિજતંત્રના કર્મીઓ ઉપરાંત જિલ્લા ના જે ભાગમાં વાવાઝોડા ની અસર નથી થવાની તે કચેરીના કર્મચારીઓ પણ તળાજા માં ફરજ બજાવવા પહોંચી ગયા છે.

તળાજા વિભાગના મુખ્ય અધિકારી પરીખ અને નાયબ ઈજનેર જી.બી.પરમાર પાસેથી મળતીઙ્ગ વિગતો મુજબ તળાજા વિસ્તારને વાવાઝોડું ઘમરોલે તોઙ્ગ ઠેરઠેર વિજપોલ ,વાયરો,  ટ્રાન્સફોર્મર ને નુકશાન પહોંચે આથી વીજપુરવઠો ખોરવાઈ જાય તેવી દહેશતના લીધે સરકાર ્દવારા વીજપુરવઠો તાત્કાલિક શરૂ કરી શકાય તેવા આગમ ચેતીના ભાગ રૂપેઙ્ગ રાજય ના પાટણ, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, સહિતનાઙ્ગ જીલા નીવિજતંત્ર ની ટિમો તળાજા મોકલવામાં આવી છે. એ ઉપરાંત તળાજા અને ત્રાપજ કચેરીના કર્મીઓ નો પણ સમાવેશ થાય છે.

આ ટીમ માં ઇજનેરો, મજૂરો સહિતના કર્મચારીઓ પણ છે. વીજ વાયરો,ટ્રાન્સફોર્મર, સહિતના તમામ જોઈતા સાધનો પણ હાજર સ્ટોકમાં રાખવામાં આવ્યા છે.

એકશન મોડ માં આવેલ તંત્રએ શહેરના દરબારગઢના ઢાળમાં ખતરા રૂપ બનેલ વિજપોલની મરામત કરવા માટે સ્થાનિક આગેવાનો સાથે દોડી જઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જયાં જરૂર પડે ત્યાં અલગ અલગ ટિમો બનાવી વીજપુરવઠો પૂર્વવત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. તળાજા પટેલ બોર્ડીંગ ખાતે રહેવા સાથે ભોજન પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(11:42 am IST)