Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીમ અગિયારસની ઉજવણી

અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનુ ફળ મળતુ હોવાનો શાસ્ત્રોમા ઉલ્લેખ

રાજકોટ તા.૧૩: આજે ભીમ અગિયારસ છે. આ દિવસે નિર્જલા એટકે પાણી ન પીવું નકોરડો ઉપવાસ કરવો અને તે શકય ન હોય તો ઉપવાસ કરવો. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. સાથે ધન, ધાન્ય તથા રિધ્ધિ-સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય-વિદ્યા-ભાગ્યબળ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના બધા જ પાપો નાસ પામે છે.

આ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા વહેલા ઉઠવું નિત્યકર્મ કરી માતા-પિતા વડીલોને પગે લાગવું. શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જણ કરવા. રાત્રે જણ કરવા રાત્રે ૧૨ વાગ્યા સુધી જાગરણ કરવું. પદ્મપુરાણ મુજબ નિર્જલા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બધીજ મનોકામના પૂર્ણ થાય છે અને બધા જ રોગોમાંથી મુકિત મળે છે. સુખ અને સૌભાગ્યમાં વૃધ્ધિ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન આ વ્રતનું પુણ્યફળ છે. વ્રત કરવાની સાથે ગાયોને ઘાસ નાખવું તથા દાન આપવું પણ ઉત્તમ ફળદાયક છે. ભીમસેને વ્રત કર્યુ આથી ભીમ અગીયારસ નામ પડ્યું. તેવું શાસ્ત્રી રાજદીપભાઇ જોશી જણાવી રહ્યા છે.

એક વખતે મહિર્ષી વ્યાસને ભીમસેન કહે છે કે હું એકપણ એકાદશીનું વ્રત કરી શકતો નથી. કારણ કે મારા જઠરમાં વૃક્ર નામનો અગ્નિ સદા પ્રજાવલીત રહે છે અને હું અધિક અન્ન ખાઉ છું ત્યારે શમે છે.

આથી આવો કોઇ ઉપાય બતાડો કે આખા વર્ષ દરમ્યાન એક દિવસ ઉપવાસ રહુ અને આખા વર્ષના તહેવારોનું ફળ મળે અને મારૂ કલ્યાણ થાય ત્યારે મહિર્ષી કહે છે તું જેઠ સુદ અગીયારસનું વ્રત કર અને તે પણ જળપાન કર્યા વગર આમ તને જેઠ સુદ અગીયારસનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું ફળ મળશે તથા બધા જ તહેવારોનું ફળ મળશે.

(11:39 am IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST