Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૨ ગામોમાં ૨૧૫૮૯ લોકોનું સ્થળાંતર

દેવભૂમિ દ્વારકા તા.૧૩:  આજે મધ્ય રાત્રિના સૌરાષ્ટ્રના સાગરકાંઠે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે, જે અંગે દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સલામત ઙ્ગજગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખંભાળીયા,દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડના તાલુકાના ગામોના કુલ મળીને ૨૧૫૮૯ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

જેમાં ખંભાળીયા તાલુકાના ૨૧ ગામોમાંથી ૧૨૭૫૩, દ્વારકા તાલુકાના ૨૭ ગામોમાંથી ૪૨૦૭, કલ્યાણપુર તાલુકાના ૧૧ ગામોમાંથી ૩૨૮૭ અને ભાણવડ તાલુકાના ૩ ગામમાંથી ૧૩૪૨ લોકોનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.  જયાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તેમના માટે જિલ્લા વહિવટી ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા સુકા નાસ્તા તથા એન.જી.ઓ. મારફતે ફુડ પેકેટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(11:27 am IST)