Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

'વાયુ' વાવાઝોડાની દહેશતથી

કંડલા-મુંદ્રા પોર્ટ બંધ રહ્યાઃ ર૫૦૦૦ કરોડનું નુકસાન

બંને પોર્ટ ઉપર બે દિવસથી કામકાજ ઠપ્પઃ રિલાયન્સ રિફાઇનરી ચાલુ રહીઃ અદાણી પોર્ટે પણ ઓપરેશન થંભાવી દીધા...

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં ''વાયુ'' વાવાઝોડુ ત્રાટકવાનું હોવાના કારણે સાવચેતીના પગલા સ્વરૂપે કંડલા અને મુંદ્રા બંદરો ઉપર કામકાજ થંભાવી દેવાતા માત્ર ર દિવસમાં જ રૂ. રપ૦૦૦ કરોડનું નુકસાન થયાનું જાણવા મળે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું છે કે કચ્છના કાંઠાના વિસ્તારોમાં કામકાજ થંભાવી દેવાયું છે. વાવાઝોડાના ભયને કારણે કોસ્ટલ બેલ્ટ ખાલી કરાવાયો હતો. માછીમારો, શ્રમીતો, મીઠાના અગરીયાઓ  કે જેમા કંડલા અને મુંદ્રા બંદરે અને એસઇઝેડમાં કામ કરે છ.ેતે બધાને સલામત સ્થળે લઇ જવાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે જો બે દિવસની નાણાકીય નુકસાની ગણીએ તો રૂ. રપ૦૦૦ કરોડ કરી શકાય. કંડલા અને મુંદ્રા બંદર ખાતે મોટા ઓઇલ ટર્મીનલો, ટીમ્બર ઇન્ડસ્ટ્રીઝ કેમીકલ ઇન્ડ, સોલ્ટ ઇન્ડ. અને સ્પે. ઇકોનોમિક ઝોન હોવાના કારણે અનેક પ્રોડકશન યુનિટો પણ ત્યાં આવેલા છે. કંડલા પોર્ટ ઉપર કામકાજ કામચલાઉ બંધ કરી દેવાયું છે અને કર્મચારીઓને રજા પર મોકલી દેવાયા છ.ે

જો કે જામનગર અને વાડીનાર ખાતે રિલાયન્સની રિફાઇનરીમાં કામકાજ યથાવત રહ્યું છ.ે

હઝીરા દેહજ, ટુના, સિકકા ખાતે અદાણી પોર્ટ દ્વારા પણ ''વાયુ''ના ભયે કામકાજ  અટકાવી દેવાયું છે.

કચ્છ કલેકટર રેમ્યા મોહનના કહેવા મુજબ કંડલા પોર્ટ સંપૂર્ણ ખાલી કરાવાયું છે આજે સાંજથી બંદરો ફરી ધમધમતા કરવા અંગે નિર્ણય લેવાશે તેમ અમદાવાદ મીરર જણાવે છે.(૬.૧૬)

(11:02 am IST)