Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમરેલી નાગરિક સહકારી બેન્ક-જીલ્લા સહકારી સંઘ દ્વારા બેન્કીગ સેમિનાર યોજાયો

અમરેલી તા.૧૩: રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્વયે અમરેલી નાગરિક સહકારી બેંક લી. તથા અમરેલી જીલ્લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે અમરેલી નાગરિક બેંક લી. અને સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ કર્મચારીઓ માટેનો નાગિરક બેંક શૈક્ષણિક સેમિનાર હોટલ એન્જલ ખાતે યોજાયો હત.

ઉદ્ઘાટન નાફસસ્કોબ અને ગુજકોમાશોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, અમરેલી માર્કેટયાર્ડના ચેરમન પી.પી.સોજીત્રા નાગરિક સહકારી બેંકના ચેરમેન ભાવિનભાઇ સોજીત્રા, વાઇસ ચેરમેન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં ખાસ તજજ્ઞ પ્રવચનકાર તરીકે રાજય સહકારી સંઘ, અમદાવાદના ટ્રેનીંગ ડાયરેકટર જે.જે. શાહ તેમજ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર પુરૂષોતમભાઇ પીપળીયા તથા ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશભાઇ શંખાવાલાએ બેંકીંગ ક્ષેત્રના અગત્યના વિષયો ઉપર માહિતી આપી હતી.

પી.પી. સોજીત્રાએ જણાવ્યુ કે આવા સેમિનારો દ્વારા ડિરેકટરો અને કર્મચારીઓમાં અદ્યતન માહિતી મળી રહે છે અને બેંકના પ્રોફેશ્નલ મેનેજમેન્ટમાં મદદ મળે છે જેથી સૌએ આનો પુરતો લાભ લેવો જોઇએ. જિલ્લા બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ તેમજ અમરડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયા, રાજય સંઘના ડિરેકટર મનિષભાઇ સંઘાણીએ પ્રેરણાત્મક પ્રાસંગોચિત વકત્વયો આપ્યા. અધ્યક્ષ્થાનેથી દિલીપભાઇ સંઘાણીએ નાફસ્કોબના ટ્રેનીંગ કાર્યક્રમમાં પોતાના બેંગલોર ખાતેના સ્મરણો વાગોળ્યા હતા તેમજ સહકારીતાના હાલના સારા નરસા પાસાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ કર્મચારીઓને સેમિનારનો પુરતો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

રાજયના રીટાયર્ડ જોઇન્ટ રજીસ્ટ્રાર તેમજ રાજય સંઘના ટ્રેનીંગ ડાયરેકટરશ્રી જે.જે.શાહ તેમજ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજરશ્રી પુરૂષોતમભાઇ પીપળીયા તથા ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી પ્રકાશભાઇ શંખાવાલાએ જનરલ બેંકીંગ, રીકવરી, ડોકયુમેન્ટેશન ઇન અર્બન બેંકસ, આર.બી.આઇ. ઇન્સ્પેકશન વખતે ધ્યાનમાં રાખવાના મુદા અને કો-ઓપરેટીવ કાયદાની અગત્યની કલમો વગેરે વિષયો પર વિસ્તુત માહિતીસભર પ્રવચનો આપ્યા હતા.

સફળ બનાવવા અમરેલી નાગરિક સહકારી બેંક લી.જનરલ મેનેજર આવિષ્કારભાઇ ચૌહાણ, જિલ્લા સંઘના એકઝીકયુટીવ ઓફીસર ભરતભાઇ પટેલ, સી.ઇ.આઇ. એસ.પી.ઠાકર તેમજ નાગરિક બેંકના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ૭૦ જેટલા ડિરેકટરો તેમજ કર્મચારીઓ ભાગ લીધો હતો. આભાર વિધી જીલ્લા સંઘના સી.ઇ.આઇ. એસ.પી.ઠાકરે કરેલ હતી.

(12:49 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST