News of Wednesday, 13th June 2018

ખીરસરામાં લોધીકા તાલુકા ભાજપ દ્વારા સમર્થક અભિયાન અંતર્ગત મિટીંગ યોજાઇ

ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાની વિશેષ ઉપસ્થિતિ

ખીરસરા તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહના કુશળ માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ અભિયાનના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય-૭૧ના મતવિસ્તારમાં બુથ ચલો અભિયાન અંતર્ગત તમારૂ ઘર ભાજપનું ધરના ભાવ સાથે લોધીકા તાલુકાના ભાજપના કાર્યકરોની એક મિટીંગ મળેલ.

ધારાસભ્યલાખાભાઇ સાગઠીયા, જિલ્લા પ્રમુખ ડી.કે. સખીયા જિલ્લાના ચેરમેન મનસુખભાઇ સરધારા, મોહનભાઇ દાફડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલ મોરડ, મોહનભાઇ ખુંટ, હરભમભાઇ ફુંગશીયા, રાહુલકુમાર જાડેજા કિશન અમરેલીયા, નિખીલપરી બી. ગોસાઇ, હકુભાઇ પરમાર, તાલુકા સદસ્ય દિગુભા જાડેજા, અનિરૂધ્ધસિંહ ડાભી, તાલુકા પંચાયત ભાજપ વિપક્ષ નેતા મુકેશભાઇ કમાણી, બકુલ સિંહ જાડેજા, વેલુભા જાડેેજા, દેવગામ સરપંચ વિશાલ ફાગલીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જસવંત સભાયા માવજીભાઇ સાગઠીયા, કિશોરસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય ભીખુભાઇ ડાંગર, માજી પ્રમુખ લક્ષ્મણસિંહ જાડેજા, જય લાખાભાઇ સાગઠીયા, પ્રકાશભાઇ પરમાર, સાવજુભા જાડેજા, ભરતભાઇ ખુંટ હરીપર (ન) સરપંચ રઝાકભાઇ કુરજીભાઇ દિનેશભાઇ દાફડા, જેન્તીભાઇ લોધીકા સરપંચ તાલુકા ભાજપ ઉપપ્રમુખ લાખાભાઇ ચોવટીયા, ભરતભાઇ ચાવડા, છગનભાઇ મોરડ, બાબુભાઇ ગમારા દિનેશભાઇ ખુંટ, રાવકિ સરપંચ બિંદુભા જાડેજા, રાજભા ખાંભા ઉંડખીજડીયા સરપંચ મિલનભાઇ કથીરીયા, તેમજ તાલુકાના ભાજપના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ અને તેમજ યુવા ભાજપ તાલુકા ભાજપના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ.

ભાજપની કેન્દ્ર સરકારની અનેકવિધ જનકલ્યાણકારી જનસુખાકારી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને પ્રજા આ વિવિધ યોજનાનો લાભ લે તે માટેની આ જન સમર્થક અભિયાન ની મિટીંગમાં ચર્ચા કરવામાં આવેલ તેમજ કિશાન મોર્ચાના માજી પ્રમુખ હનુભા ડાભી ભીખુભા ડાભી વાજડીવડના માજી સરપંચ અશોકસિંહ ખેરડીયા વિગેરે હાજર રહેલ હતા.

(11:32 am IST)
  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST