Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઇ પાસે મતની સરસાઇ બાબતે પૈસાની ઉઘરાણી ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૩ : સરવડ ગામે જીલ્લા પંચાયતની ચુંટણી વખતે થયેલ સોદાબાજી બાબતે પૈસાની ઉધરાણી કરી ફોન પર તેમજ  રૂબરૂ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ વ્રજસોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ  ચીખલીયા(ઉ.૪૦)એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે આરોપી પરબતભાઈ ભવાનભાઈ હુંબલ રહે ્રહાલ મોરબી મૂળ મોટા દહીસરા વાળા જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હોય જેને ફરિયાદી મહેન્દ્રભાઈ ચીખલીયાએ અપક્ષ ઉમેદવાર તરીકે આ સીટ પરથી એક હાજર મત પણ મેળવવા અઘરા છે તેમ કહેતા ફરિયાદી મહેન્દ્રભાઈ તથા આરોપી પરબતભાઈ વચ્ચે મતની સરસાઈ બાબતે રૂપિયા એકલાખની શરત લગાવેલ જે આરોપી પરબતભાઈ વધુ મત મેળવી શરત જીતી જતા ફરિયાદી મહેન્દ્રભાઈ પાસે નક્કી થયા મુજબના એક લાખ રૂપિયાને બદલે દસલાખની માંગણી કરતા રકજકના અંતે રૂપિયા સાત લાખ આપી દેવાનું નક્કી થતા જે રૂપિયા મેળવવા આરોપી પરબતભાઈએ દબાણ કરી અવારનવાર ફરિયાદી મહેન્દ્રભાઈ તથા સાહેદોને રૂબરૂ તથા મોબાઈલ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા એક લાખ ફરિયાદીના ભાઈ સાહેદ કિશોરભાઈ પાસેથી બળજબરીથી કઢાવી લઇ બાકીના રૂપિયા છ લાખ આપી દેવા દબાણ કરતા હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લીલાપર રોડ પર ર બોટલ સાથે ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લીલાપર રોડ પરથી આરોપી કાનજી ડાયાભાઇ જોગીયાણી રહે ભવાની ચોક નાની બજાર મેઈન રોડ મોરબી વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨ કીમત રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:55 am IST)
  • કોરોના કેસો જ્યાં ખૂબ જ વધુ પડતા નોંધાયા છે તેવા જિલ્લાઓના કલેકટર સાથે ૧૮ અને ૨૦ તારીખે નરેન્દ્રભાઈ મંત્રણા કરશે : કોવિડના ખૂબ જ વધુ લોડ વાળા કેસો ધરાવતા દેશના જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૮ અને ૨૦ મેના રોજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ચર્ચા વિચારણા કરશે. જેમાં તે રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજરી આપશે. access_time 4:16 pm IST

  • કેટલાક રાજ્યો દ્વારા કોવિડ -19 રસીની અછતનાં અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આગામી ચાર મહિના માટે તેમની પ્રોડક્શન યોજના કેન્દ્રમાં સુપરત કરી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે બન્ને કંપનીઓએ માહિતી આપી છે કે અનુક્રમે સીરમ ઇન્સ્ટિટ્યૂટ 10 કરોડ અને ભારત બાયોટેક 7.8 કરોડ રસીના ડોઝનું તેમનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં વધારી દેશે. access_time 10:00 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ - નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય : કોવિડ19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ - નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે : આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે access_time 7:28 pm IST