Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે ગીર સોમનાથ જિલ્લામાંથી દિલીપભાઇ બારડની નિમણુંક

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૧૩: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સી. આર. પાટીલની રાહબરી નીચે અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ દ્રારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વતની અને યુવા આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના સુપુત્ર દિલીપભાઈ બારડની પ્રદેશ બક્ષીપંચ મોરચામાં નિમણુંક થતા સમગ્ર સૌરાષ્ટ્ર અને સોરઠ માં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે, ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કરનાર દિલીપભાઈ બારડ નાની ઉંમર માં માત્ર ૨૧ વર્ષ માં સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ તારિખે સેવા બજાવેલ તેમજ સુત્રાપાડા તાલુકા સંઘમાં પણ પ્રમુખ તરીકે તેમજ સુત્રાપાડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે અને સુત્રાપાડા એ. પી. એમ. સી.ની સ્થાપનાથી આજ દિન સુધી કાર્યરત છે. તાજેતરમાં સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી દિલીપભાઈની રાહબરીમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત થઇ હતી.

તેમજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન અને આશીર્વાદથી તેમજ ઉદયભાઈ કાનગડ પ્રદેશ બક્ષીપંચ પ્રમુખ દ્વારા આ નિમણુંક કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લામાં લોક તેમજ યુવાનો દ્વારા એક નવો આવકાર મળેલ છે પ્રદેશની ટીમમાં આવનારા દિવસો માં કામ કરી અને ખુબ જ આગળ વધે તેવી લોકો તરફ થી શુભેચ્છા, દિલીપભાઈ બારડ કારડીયા રાજપૂત સમાજ માંથી આવતા હોય અને પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડના પુત્રના નાતે પ્રદેશ અધિક્ષક સી. આર. પાટીલનો તેમજ ઉદયભાઈ કાનગડનો આભાર વ્યકત કરેલ છે.

(10:16 am IST)