Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબીના રવાપર ગામનો યુવાન અમદાવાદ જવાનું કહીને ગયા બાદ ગુમ

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન અમદાવાદ જવા ગાડી લઈને નીકળ્યો હોય જેની કાર મળી આવી હતી પરંતુ યુવાન ગુમ થયો હોય જેથી તેના ભાઈએ બનાવ અંગે પોલીસને જાણ કરી છે
મોરબીના રવાપર ગામે રહેતા પંકજ અરુણભાઈ ઠોરીયાએ પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેનો ભાઈ લલિત અરુણભાઈ ઠોરીયા (ઉ.વ.૩૬) વાળો પિતાનું બીમારીને કારણે મોત થયા બાદ આઘાતમાં રહેતો હોય અને ડીપ્રેશનમાં આવી ગયો હોય જે ગત તા. ૦૯ ના રોજ સવારે પોતાની કાર જીજે ૩૬ એફ ૧૭૭૫ લઈને અમદાવાદ જવાનું કહીને ગયો હતો અને અમદાવાદ એસજી હાઈવે પર રાજપથ સામેથી ગાદી મળી આવી હતી જોકે લલિત ઠોરીયા ગુમ થયો હોય જેથી ભાઈ ગુમ થયાની પોલીસ મથકે ફરિયાદ કરી છે એ ડીવીઝન પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

(10:22 pm IST)