Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૪૯ કેસ નોંધાયા : ૯૫ દર્દીઓ સ્વસ્થ: સરકારી ચોપડે એકપણ મૃત્યુ નહિ,

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૪૯ કેસો નોંધાયા છે જીલ્લામાં ૯૫ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૩ કેસ જેમાં ૨૪ ગ્રામ્ય અને ૦૯ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં, હળવદના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૫ કેસો ગ્રામ્ય અને માળિયાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૪૯ કેસો નોંધાયા છે આજે ૯૫ દર્દીઓ સ્વસ્થ થયા હતા તો સરકારી ચોપડે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૩૧ થયો છે આજે ફાયર ટીમે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે

(10:17 pm IST)