Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પોરબંદરમાં 50 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગત તા, 8મીએ મુંબઈથી આવેલ : તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરી રિપોર્ટ કરાવ્યો હતો

પોરબંદરમાં 12 કેસના સેમ્પલ લઈને જામનગર મોકલાયા હતા તે પૈકી 8 કેસના રિપોર્ટ નેગેટિવ આવેલ જયારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાકીના 3 કેસના રિપોર્ટ પેન્ડિંગ રાખેલ છે

 એક કેસનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તે 50 વર્ષીય આધેડ ગત તા, 8 ના રોજ મુંબઈથી આવેલ હતા તેને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા ગઈકાલે તેની તબિયત લથડતા પોરબંદર સિવિલ, હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ હતા જેનો રિપોર્ટ મોકલતા આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

(8:48 pm IST)