Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જામનગરમાં ૧,ગ્રામ્યમાં ૩ પોઝીટીવ કેસ

કોરોનાના એક જ દિવસમાં ૪ કેસ નોંધાયાઃ કુલ કેસ ૩૩

જામનગર, તા.,૧૩: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટીવના ૪ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે.

વિશ્વાસ પાત્ર વર્તુળોમાંથી  મળતી માહીતી મુજબ જામનગરના રેફયુજી કોલોની વિસ્તારમાં રહેતા એક પુરૂષને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા બાદ તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.

જયારે કાલાવાડના બામણ ગામ, અલીયાબાડામાં તથા લાખાબાવળમાં પણ એક વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવારમાં ખસેડવામાં આવેલ છેે.

જામનગરની જી.જી. હોસ્પીટલમાં જામનગર, પોરબંદર, દેવભુમી દ્વારકા, મોરબી સહીતના જીલ્લામાંથી કુલ રર સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૪ના રીપોર્ટ આજે બપોરે પોઝીટીવ આવ્યા છે. તમામ દર્દીઓ પુરૂષ છે. હાલમાં જામનગરની જી.જી. સરકારી હોસ્પીટલ ખાતે ર૮ દર્દીઓ કોવીડ-૧૯ હોસ્પીટલમાં સારવારમાં છે. જયારે સમરસ હોસ્ટેલ, ગ્રામ્ય વિસ્તાર તથા પ્રાઇવેટ કોરોનટાઇન સેન્ટરમાં ૧૪પ૮ વ્યકિતઓને રાખવામાં આવ્યા છે. એક જ દિવસમાં જામનગરમાં ૪ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૩૩ પોઝીટીવ કેસ થયા છે. જયારે બે બાળકોના મોત નિપજયા છે.

(3:46 pm IST)