Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જાફરાબાદ તાલુકામાં લોકડાઉનમાં મનરેગા યોજના અંતર્ગત સામુહિક કામ શરૂ થતા શ્રમિકોમાં ખુશીનો માહોલ

સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે મનરેગા અંતર્ગત જાફરાબાદ તાલુકામાં ૨૨૬૦ શ્રમિકો કરી રહ્યા છે કામ

 અમરેલી,તા.૧૩: સામાન્ય રીતે જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો એ શ્રમિક ધરાવતો તાલુકો છે. જાફરાબાદ તાલુકામાં હાલ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યુ છે. જે હાલ કોરોના વાયરસની મહામારીમાં બિન સંગઠીત શ્રમિક વર્ગ માટે આશીર્વાદ રૂપ થઈ આવ્યુ છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકોના ધંધા રોજગાર બંધ છે, ત્યારે આવા કપરા સમયમાં ભારત સરકાર દ્વારા કલ્યાણકારી મનરેગા યોજના અંતર્ગત કામો શરૂ કરવા લીલી ઝંડી આપવામાં આવી છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય મજૂરો માટે રોજગારીની સુવર્ણ તકો ઉભી થઇ છે.

લોકડાઉનના કારણે ખેત મજૂરીનું તેમજ અન્ય રોજબરોજની મજૂરીનું પ્રમાણ પણ નહિવત છે. તેના લીધે હાલના સમયમાં લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તેવા જાફરાબાદ તાલુકામાં મનરેગા યોજના આશીર્વાદરૂપે ચાલી રહી છે. મનરેગા યોજના અંતર્ગત નાણાકીય વર્ષમાં કુટુંબ ને ૧૦૦દિવસ ગેરંટી રોજગાર આપવામાં આવે છે. હાલમાં સુજલામ સુફલામ જળ અભિયાન જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં કામ શરૂ છે. તથા બલાણા , કેરાળા ગામે હાલ મનરેગાનું સામુહિક જળ સંચયનું કામ શરૂ થતાં જોબકાર્ડ ધારકોને રોજગાર મળતા ખુશીની લાગણી ફરી વળી છે. કામમાં સરકારશ્રીના પરિપત્રોનું સંપૂર્ણપણે પાલન કરવામા આવ્યું છે. કામ પર પૂરતું સામાજિક અંતર,માસ્ક,હાથ ધોવા માટે પાણી સાબુ,તથા તાલુકા આરોગ્ય ટિમ દ્વારા શ્રમિકોની તપાસ પણ થાય છે. આ કામ શરૂ કરવામાં સરપંચ,તલાટી મંત્રીનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો છે. ઙ્ગતાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશભાઈ તેરૈયા દ્વારા જોબકાર્ડ ધારકોને સોશિયલ ડિસ્ટન્સ રાખી દ્યરેલુ માસ્ક પહેરી કામ કરવા સૂચન આપવામાં આવી છે.

ઙ્ગહાલમા મનરેગા યોજનાનો દૈનિક વેતન દર રૂ. ૨૨૪ છે. તેમજ આજ રોજ ચિત્રાસર ગામે ૧૨૬૦ શ્રમિકો, કેરાળા ગામે ૩૬૦ શ્રમિકો, બલાણા ગામે ૬૧૫ શ્રમિકો કામ કરી રહ્યા છે. આમ કુલ મળીને જાફરાબાદ તાલુકામાં ૨૨૬૦ શ્રમિકો કામ કરી રહ્યા છે.

(11:59 am IST)