Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પોરબંદરની કુછડી દરિયાઇ પટ્ટીમાં ગેરકાયદે રેતી ભરેલા પ ડમ્પરો અને ૩ ટ્રેકટરો ઝડપાયા

પોરબંદર તા. ૧૩ :.. કુછડી અને માયાણી દરિયાઇ પટ્ટી વચ્ચે ખનીજ ખાતા દ્વારા ચેકીંગમાં ગેરકાયદે રેતી ભરેલા પ ડમ્પરો અને ૩ ટ્રેકટરો ઝડપાયા હતાં. આરોપીઓ નાસી ગયેલ છે.

પોરબંદર ખનીજ ખાતાના મદદનીશ ભુસ્તર શાસ્ત્રી યોગેશભાઇ મહેતા સહિત અધિકારીઓ અને સ્ટાફે કુછડી અને મીયાણા વચ્ચે ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરતા મંજુરી વિના રેતી ભરેલ પ ડમ્પર અને ૩ ટ્રેકટર મળી આવેલ હતાં.

આરોપી મળી આવેલ નથી, હર્ષદ મીયાણાથી માધવપુર, આંત્રોલી દરિયાઇ ફાટક સુધી ૧૦પ કિ. મી. દરિયાઇ કાંઠા વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીની સમયાંતરે ફરીયાદો ઉઠી છે.

ખનીજ ખાતા દ્વારા બે દિવસ પહેલા પુનઃ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઇ પટ્ટી ઉપર ચોમાસુ નજીક આવ ત્યારે ગેરકાયદે ખનીજ ખનનની હીલચાલ શરૂ થઇ જાય છે. કુછડી ગામમાં માટીનો પાળો તુટતા દરિયાના પાણી નજીક આવી ગયેલ છે. આ વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા કડક પગલા લેવાય તેવી માગણી ઉઠી છે.

(11:58 am IST)