Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જુનાગઢ ધોરાજી રોડ પર એકિટવામાં દેશી દારૂની હેરાફેરી કરતો ૧ શખ્સ ઝડપાયોઃ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી

જુનાગઢ તા.૧૩: લોકડાઉનના સમયમાં જુનાગઢ ધોરાજી રોડ ઉપર નવા બનતા બાયપાસ રોડ પાસેથી દેશી દારૂ લીટર -૬૦ કિં.રૂ. ૧૨,૦૦/- તથા મો.સા કિ.રૂ. ૨૦,૦૦૦ મળી  કુલ રૂપિયા ૨૧,૨૦૦ના દેશી દારૂનો જથ્થો પકડી પાડી કેસ શોધી કાઢતી જુનાગઢ તાલુકા પોલીસ.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસઅધિક્ષક સૌરભસિંઘ સાહેબનાઓની સીધા માર્ગદર્શન  હેઠળ તથા  નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા  સાહેબ જુનાગઢ વિભાગનાઓની સુચના મુજબ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ/દેશી તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરવા ઈસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે  ડામી દેવા સુચના કરેલ હોય. જેથી આ કામે પો.સ્ટે. પોલીસ સબ ઈન્સપેકટર શ્રી વી.યુ સોલંકી તથા પોલીસ  સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી આવી ગે.કા. પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખતા એ.એસ.આઇ વી.એલ.પાતરને  ખાનગીરાહે ચોક્કસ બાતમી  હકિકત મળેલ કે  જુનાગઢ પંચેશ્વરનો રહીશ  દેવાભાઇ રબારી પોતાના હવાલાની મો.સા.મા. દેશી દારૂનો જથ્થો  જુનાગઢ ધોરાજી રોડ ઉપર નવા બનતા બાયપાસ રોડ ઉપરથી વડાલ તરફ જવાનો છે. જેથી હકીકતના આધારે હકીકત વાળી જગ્યાએ  વોચમાં રહેતા દેવાભાઇ ભીમાભાઇ મોરી રબારી રહે. પંચેશ્વર જુનાગઢ વાળાની કબ્જાની મો.સા.નં. જીજે ૧૧ એએલ ૧૨૦૮માંથી ગે.કા. દેશી પીવાનો દારૂ લીટર ૬૦ કિ. રૂ. ૧૨૦૦/-નો તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા.કિ. રૂ.  ૨૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨૧,૨૦૦/-ના દેશી દારૂનો જથ્થો પકડી પાડી આ અંગે પ્રોહીબીશનધારા હેઠળ ગુન્હો અરજી કરાવેલ.

આ કામગીરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. પોલીસ સબ ઈન્સપેકટ વિ.યુ સોલંકી તથા એ.એસ.આઇ. વી.એલ.પાતર તથા પો.હેડ કોન્સ. ડી.કે.ગઢવી તથા પો. કોન્સ. કરણભાઇ જગુભાઇ તથા નરેન્દ્રભાઇ નારણભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(11:55 am IST)