Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પ્રભાસ પાટણમાં રેશનીંગની દુકાનોની મુલાકાત લેતા વિમલભાઇ ચુડાસમાઃ લોકોના પ્રશ્નો સાંભળ્યા

પ્રભાસ પાટણ ,તા.૧૩: ૯૦-સોમનાથનાઙ્ગ વિમલભાઈ ચુડાસમા એ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર( રેશનિંગ) ની દુકાનોની સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ અને અનાજ નું યોગ્ય વિતરણ કરવામાં આવે છે કે કેમ તથા સરકારશ્રી એ નક્કી કરેલ વજન મુજબ માલ આપવામાં આવે છે, કે કેમ તેવું સરપ્રાઇજ ચેકિંગ કરવામાં આવેલ.

માલ લેવા આવેલ ગ્રાહકો સાથે ચર્ચા કરેલ અને પૂછવામાં આવેલ કે કોઈ ફરિયાદ હોય તો જણાવશો અને ત્યાર બાદ નાના ધંધાર્થી વેપારીઓ ની દુકાનોની રૂબરૂ મુલાકાત લઈ વિમલભાઇએ રજૂઆતો સાંભળેલ હતી અને યોગ્ય કરવા જણાવેલ હતું અને આ બાબતે અધિકારી વર્ગ ને સૂચના આપી. તેવી ખાત્રી આપેલ હતી, તેમની સાથે કોંગ્રેસ ટિમ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમ ભાઈ ગઢિયા તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ઉ.પ્રમુખ હર્ષલભાઈ ઋષિ તેમજ દિનેશભાઈ બામણીયા,ભરતભાઈ વાળા, મનોજભાઈ વાયલૂ હતાં.

(11:54 am IST)